________________ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું સ્વામિત્વ 45 તેઓ આ પ્રકૃતિઓ ન બાંધે. આમ આ 20 પ્રકૃતિઓ અનુદયબંધોત્કૃષ્ટ છે. આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરનારા જીવો જ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. (3) ઉદયસંક્રમોત્કૃષ્ટ 29 પ્રકૃતિઓ (સાતા, નોકષાય 9, મનુષ્યગતિ, પહેલા 5 સંઘયણ, પહેલા 5 સંસ્થાન, સુખગતિ, સ્થિર 6, ઉચ્ચગોત્ર) :- આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તેમની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ કરતા 1 આવલિકા અધિક છે. જીવ બંધોત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિ બાંધીને પ્રકૃતિ પ્રકૃતિઓ બાંધે. બંધાવલિકા વીત્યા બાદ તે ઉદયાવલિકા ઉપરની બંધાત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિની સ્થિતિને પ્રકૃતિપ્રકૃતિમાં સંક્રમાવે. તેથી પ્રકૃતિ પ્રકૃતિઓની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ = બંધાત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા. ઉદયાવલિકામાં તો પ્રકૃતિપ્રકૃતિઓના દલિકો છે. તેથી પ્રકૃતિપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા = બંધાત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - 1 આવલિકા. પ્રકૃતિપ્રકૃતિઓમાં બંધોત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવનાર જીવ પ્રકૃતિપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનો સ્વામી છે. (4) અનુદયસંક્રમોત્કૃષ્ટ 17 પ્રકૃતિઓ (દેવ 2, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, આહારક 7, મનુષ્યાનુપૂર્વી, જિનનામકર્મ, સૂક્ષ્મ 3) :- આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તેમની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ કરતા સમયગૂન આવલિકા અધિક છે. બંધાત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિ બાંધીને પ્રકૃતિ પ્રકૃતિઓ બાંધે. બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની બંધાત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિની સ્થિતિને પ્રકૃતિ પ્રકૃતિઓમાં સંક્રમાવે. તેથી પ્રકૃતિ પ્રકૃતિઓની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ=બંધોસ્કૃષ્ટ સજાતીય