________________ ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા 43 અનંતાનુબંધી ૪ની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અદ્ભવ છે. અવસત્તાક 28 પ્રકૃતિઓ (સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, આયુષ્ય 4, મનુષ્ય 2, દેવ 2, નરક 2, વૈક્રિય 7, આહારક 7, જિનનામકર્મ, ઉચ્ચગોત્ર) :- આ પ્રવૃતિઓ અવસત્તાક હોવાથી તેમની જઘન્ય સ્થિતિમત્તા, અજઘન્ય સ્થિતિસત્તા, ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સાદિ અને અધ્રુવ છે. (3) શેષ 126 ધ્રુવસત્તાક પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા તેમના ક્ષય વખતે 1 સમયની હોય છે. તે સાદિ-અદ્ભવ છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી સ્થિતિસત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા કરે ત્યારે તેમની અજઘન્ય સ્થિતિસત્તા અદ્ભવ છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિ સત્તાના સાદ્યાદિ ભાંગા : સ્થિતિસત્તાના ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય | અજઘન્ય | ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા|સ્થિતિસત્તાસ્થિતિસત્તા |સ્થિતિસત્તા અનંતાનુબંધી 4 4 | 40) અધૃવસત્તાક 28 પ્રકૃતિઓ 2 | 2 | 2 | 2 | 224 શેષ ધ્રુવસત્તાક 126 પ્રકૃતિઓ 2 | 2 1,134 || 316 | 450 | 316 316 1,398