________________ સ્થિતિસત્તા 4 1 (2) સ્થિતિસત્તા અહીં ત્રણ દ્વાર છે. તે આ પ્રમાણે - (1) ભેદ :- સ્થિતિસત્તાના બે પ્રકાર છે - મૂળપ્રકૃતિસ્થિતિસત્તા અને ઉત્તરપ્રકૃતિસ્થિતિસત્તા. મૂળપ્રકૃતિસ્થિતિસત્તાના 8 પ્રકાર છે, ઉત્તરપ્રકૃતિસ્થિતિસત્તાના 158 પ્રકાર છે. (2) સાદ્યાદિ પ્રરૂપણા - મૂળ કૃતિઓમાં સ્થિતિસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા - આઠે મૂળપ્રવૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા પોતપોતાના ક્ષય વખતે 1 સમયની હોય છે. તે સાદિ-અદ્ભવ છે. આઠે મૂળપ્રકૃતિઓની તે સિવાયની સ્થિતિસત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આઠે મૂળપ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા ધ્રુવ છે. ભવ્યને આઠે મૂળપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા થાય ત્યારે તેમની અજઘન્ય સ્થિતિસત્તા અદ્ભવ છે. આઠે મૂળપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિઅધુવ છે. આપણે આપણું સર્વસ્વ પરમાત્માને ચરણે ધરી દઈએ તો પરમાત્મા પોતાનું સર્વસ્વ આપણને ભેટ ધરી દે. આપણું માથુ દુઃખતું હશે તો આપણે બધાને એ વાત કહ્યા કરશું, પણ આપણને ક્રોધ, માન વગેરે દોષો સતાવે છે એની વાત આપણે કદી કોઈને કહેતા નથી. કેવી વિચિત્રાતા !