________________ 2 O ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી ખુલાસો આ રીતે કર્યો છે - “આ પ્રકૃતિઓમાં મનુષ્યાયુષ્યનો સંગ્રહ દેખાય છે તે અશુદ્ધ પાઠ છે, કેમકે મનુષ્યાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી ગ્રંથકાર પોતે જ આગળ ગાથા 16 માં કહેવાના છે.' (8) નિદ્રા ર :- ૧૧માં ગુણઠાણાની પ્રથમ સમયની ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલા ગુણિતકર્માશ ૧૧મા ગુણઠાણાવાળા જીવને નિદ્રા રનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. ૧૧મા ગુણઠાણાની પ્રથમ સમયની ગુણશ્રેણિના શીર્ષે સ્વાભાવિક સ્થિતિનિષેક થોડો જ પાતળો હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશઉદય મળે છે. ૧૧માં ગુણઠાણાની બીજા વગેરે સમયોની ગુણશ્રેણિના શીર્ષે સ્વાભાવિક સ્થિતિનિષેક વધુ પાતળો હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશઉદય ન મળે. (9) દેવ રે, વૈક્રિય 7 = 9:- ૧૧માં ગુણઠાણાની પ્રથમ સમયની ગુણશ્રેણિના શીર્ષની પૂર્વેના સમયે કાળ કરી દેવ થયેલ જીવ પછીના સમયે ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલો હોય ત્યારે તેને આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (૧૦)મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી 4, મિશ્રમોહનીય, થિણદ્ધિ 3 = 9 :- કોઈ જીવ દેશવિરતિ પામીને દેશવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે સંયમ પામી સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કરે. તે બન્ને ગુણશ્રેણિઓના શીર્ષ ભેગા થાય ત્યારે તે શીર્ષ ઉપર રહેલ ગુણિતકર્માશ જીવ ૧લુ ગુણઠાણુ પામીને મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી જનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે, ૩જુ ગુણઠાણ પામીને મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે અને ૧લુ ગુણઠાણ પામીને કે ૬ઢા ગુણઠાણે રહીને થિણદ્ધિ ૩નો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે.