________________ ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી 19 (4) ઔદારિક 7, તેજસ 7, સંસ્થાન 6, ૧લુ સંઘયણ, વર્ણાદિ 20, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, પ્રત્યેક, સ્થિર 2, અસ્થિર 2 = પર :- ગુણિતકર્માશ જીવને ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (5) સ્વર 2 :- ગુણિતકર્માશ જીવને ૧૩માં ગુણઠાણે વચનયોગનિરોધના ચરમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (6) ઉચ્છવાસ :- ગુણિતકર્માશ જીવને ૧૩મા ગુણઠાણે ઉચ્છવાસનિરોધના ચરમ સમયે ઉચ્છવાસનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (7) સાતા, અસાતા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિન, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર = 12 :- ગુણિતકર્માશ જીવને ૧૪માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. આ 12 પ્રકૃતિઓ પંચસંગ્રહ ઉદયાધિકાર ગાથા ૧૧૧ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 269 ઉપર કહ્યા મુજબ કહી છે. પંચસંગ્રહ ઉદયાધિકાર ગાથા ૧૧૧ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 270 ઉપર અને કર્મપ્રકૃતિ ઉદયાધિકાર ગાથા ૧૧ની ચૂણિ અને બન્ને ટીકાઓમાં પાના નં. 12, 13 ઉપર 12 પ્રકૃતિઓ આ પ્રમાણે કહી છે - સાતા અસાતા, મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, જિન, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર. કર્મપ્રકૃતિ ઉદયાધિકાર ગાથા 11 અને તેની ચૂર્ણિની મુનિચન્દ્રસૂરિ મહારાજકૃત ટીપ્પણ ૧૧માં પાના નં. 471 ઉપર આ અંગેનો