________________ 10 જઘન્ય સ્થિતિઉદય જઘન્ય સ્થિતિઉદય :(1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, સાતા, અસાતા, મિથ્યાત્વમોહનીય, સમ્યકત્વમોહનીય, સંજ્વલન લોભ, વેદ 3, આયુષ્ય 4, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામકર્મ, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર, અંતરાય 5 = 36 :- આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિઉદય 1 સમયનો છે. જો કે નિદ્રા 5 નો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઈન્દ્રિયપર્યાપ્તિના ચરમ સમય સુધી 1-1 સમયનો ઉદય હોય છે, પણ અપવર્તનાકરણથી આવતુ દલિક ઉદયસમયમાં પણ પડતું હોવાથી નિદ્રા 5 નો 1 સમયનો જઘન્ય સ્થિતિઉદય મળતો નથી. (2) શેષ 122 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિઉદય જઘન્ય સ્થિતિ ઉદીરણા કરતા 1 સમય અધિક છે. શેષ બધુ સ્થિતિઉદીરણાની જેમ જાણવું. जे च कंते पिए भोए, लद्धे विप्पिट्ठी कुव्वइ / साहीणे चयई भोए, से हु चाइत्ति वुच्चइ // - દશવૈકાલિકસૂત્ર 2/3 જે મનોહર અને પ્રિય ભોગો મળવા છતા તેમને પીઠ કરે છે અને સ્વાધીન ભોગોને છોડે છે તે ખરેખર ત્યાગી કહેવાય છે. व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शनमेव हि / पारं तु प्रापयत्येकोऽनुभवतो भववारिधेः // બધા શાસ્ત્રોનો ઉદ્યમ દિશા જ બતાવે છે. એક અનુભવ જ સંસારસાગરથી પાર ઉતારે છે.