________________ સ્થિતિઉદય (2) સ્થિતિઉદય સ્થિતિઉદય બે પ્રકારે છે - સ્થિતિક્ષયઉદય અને પ્રયોગઉદય. સ્થિતિક્ષયઉદય :- અબાધાકાળ પૂર્ણ થયા બાદ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ-ભવ રૂપ ઉદયહેતુઓને પામીને સ્વાભાવિક રીતે જે ઉદય થાય છે તે સ્થિતિક્ષયઉદય છે. (i) પ્રયોગઉદય :- સ્થિતિક્ષયઉદય પ્રવર્તતે છતે ઉદીરણાપ્રયોગ વડે દલિકોને ખેંચીને તેમને અનુભવવા તે પ્રયોગઉદય છે. ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા+૧ સમય (ઉદયસ્થિતિ) (1) ઉદયબંધોસ્કૃષ્ટ 86 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = ઉત્કૃષ્ટ સ્થિતિ - ર આવલિકા + 1 સમય = ઉત્કૃષ્ટ સ્થિતિ - સમયગૂન ર આવલિકા. ઉદયબંધોસ્કૃષ્ટ 86 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય :બંધાવલિકા ઉદયાવલિકા ઉદયસમય - ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા - ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા + ઉદયસમય (2) ઉદયસંક્રમોત્કૃષ્ટ 29 પ્રકૃતિઓ (સમ્યકત્વમોહનીય વિના)નો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય D. ઉદયબંધોત્કૃષ્ટ 86 પ્રકૃતિઓ - જ્ઞાનાવરણ 5, નિદ્રા 5 વિના દર્શનાવરણ 4, અસાતા, મિથ્યાત્વમોહનીય, કષાય 16, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 7, તેજસ 7, હુડકસંસ્થાન, વર્ણ 5, ગંધ 2, રસ 5, સ્પર્શ 8, કુખગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉચ્છવાસ, ઉદ્યોત, ત્રસ 4, અસ્થિર 6, નીચગોત્ર, અંતરાય પ. | સમ્યત્વમોહનીય સિવાયની ઉદયસંક્રમોત્કૃષ્ટ 29 પ્રકૃતિઓ = સાતા, નોકષાય 9, મનુષ્યગતિ, પહેલા 5 સંસ્થાન, પહેલા 5 સંઘયણ, કુખગતિ, સ્થિર 6, ઉચ્ચગોત્ર.