________________ 176 કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ इत्थीए संजमभवे, सव्व-निरुद्धम्मि गंतुमिच्छत्तं / देवीए लहुमित्थी, जेट्ठठिइ आलिगं गंतुं // 27 // દેશોનપૂર્વકોડવર્ષ સુધી સંયમ પાળી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે મિથ્યાત્વ પામી દેવી તરીકે ઉત્પન્ન થઈ શીધ્ર પર્યાપ્ત થઈ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને આવલિકા જઈને ચરમ સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (27) अप्पद्धाजोगचियाणा-ऊणुक्कस्सगठिईणंते उवरिं थोवनिसेगे, चिरतिव्वासायवेईणं // 28 // અલ્પ બંધકાળ અને અલ્પ યોગમાં બાંધેલા આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિને અંતે સર્વથી અલ્પ દલિકોના નિક્ષેપવાળા ઉપરના સમયે લાંબાકાળ સુધી તીવ્ર અસાતા ભોગવનારા જીવને ચારે આયુષ્યોનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (28) संजोयणा विजोजिय, देवभवजहन्नगे अइनिरुद्धे / बंधिय उक्कस्सठिई, गंतूणेगिंदियासन्नी // 29 // सव्वलहुं नरयगए, निरयगइ तम्मि सव्वपज्जत्ते / अणुपुव्वीओ य गईतुल्ला, नेया भवादिम्मि // 30 // અનંતાનુબંધી ની વિસંયોજના કરીને જઘન્ય સ્થિતિવાળો દેવભવ પામીને અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને એકેન્દ્રિય અને અસંજ્ઞીમાં જઈને શીધ્ર નરકમાં જઈને સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત થયેલાને નરકગતિનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. આનુપૂર્વીઓના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી ગતિના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની સમાન જાણવા, પણ તે ભવના પહેલા સમયે જાણવા. (29-30)