________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ ૧૭પ वरिसवर तिरियथावरनीयं, पि य मइसमं नवरि तिन्नि / निद्दानिद्दा इंदिय-पज्जत्ती पढमसमयम्मि // 24 // નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવર, નીચગોત્રના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી મતિજ્ઞાનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા. નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા અને થિણદ્ધિના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી પણ એ જ પ્રમાણે જાણવા, પણ ઈન્દ્રિયપર્યાપ્તિથી પર્યાપ્તને પહેલા સમયે તેમનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (24) दसणमोहे तिविहे, उदीरणुदए उ आलिगं गंतुं / सत्तरसण्ह वि एवं, उवसमइत्ता गए देवे // 25 // ઉદીરણા ઉદયમાં આવલિકા જઈને ચરમ સમયે ત્રણ પ્રકારના દર્શનમોહનીયનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (ઔપથમિક સમ્યક્ત્વથી પડનારા જીવને અંતરકરણમાં રહીને બીજી સ્થિતિમાંથી ખેંચીને અંતરકરણની ચરમાવલિકામાં ગોપુચ્છાકારે રચેલા સમ્યક્ત્વમોહનીય વગેરેના દલિકોનો જે ઉદય થાય છે તે ઉદીરણા ઉદય છે.) 17 પ્રકૃતિઓ (અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, સંજવલન 4, પુરુષવેદ, હાસ્ય ૪)ને ઉપશમાવીને દેવલોકમાં ગયેલા જીવને ઉદીરણા ઉદયમાં આવલિકા જઈને ચરમ સમયે તેમનો જઘન્ય પ્રદેશોદય થાય છે. (25) चउरुवसमित्तु पच्छा, संजोइय दीहकालसम्मत्ता / मिच्छत्तगए आवलिगाए, संजोयणाणं तु // 26 // ચાર વાર મોહનીયને ઉપશમાવીને પછી અનંતાનુબંધી 4 બાંધીને લાંબા કાળ સુધી સમ્યકત્વ પાળીને મિથ્યાત્વે જઈને બંધાવલિકાના ચરમ સમયે અનંતાનુબંધી ૪નો જધન્ય પ્રદેશઉદય હોય છે. (26)