________________ પત્ય અસંખ્ય કેવળી સમુઘાત ૧પ૯ સંહરી દંડ કરે છે. આઠમા સમયે આત્મપ્રદેશોને દંડમાંથી સંહરી સ્વશરીરસ્થ થાય છે. સમુદ્યાત પૂર્વે વેદનીય, નામ, ગોત્રની સ્થિતિ આ જેટલી હોય છે. દંડ કરતી વખતે તેના અસંખ્ય બહુભાગોનો ઘાત કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. દંડ કરતી વખતે અસાતા, પહેલા સંઘયણ સિવાયના પાંચ સંઘયણ, પહેલા સંસ્થાન સિવાયના પાંચ સંસ્થાન, અશુભ વર્ણાદિ 4, કુખગતિ, ઉપઘાત, અપર્યાપ્ત, અસ્થિર 6, નીચગોત્ર = 25 અશુભ પ્રકૃતિઓના અનંત બહુભાગ રસનો ઘાત કરે છે અને એક અનંતમો ભાગ બાકી રહે છે. દંડ કરતી વખતે સાતા, દેવ રે, મનુષ્ય 2, પંચેન્દ્રિયજાતિ, શરીર 5, અંગોપાંગ 3, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભ વર્ણાદિ 4, સુખગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉછુવાસ, આતપ, ઉદ્યોત, જિનનામકર્મ, ત્રસ 10, ઉચ્ચગોત્ર = 39 શુભપ્રકૃતિઓનો રસ અશુભપ્રકૃતિઓમાં નાંખી તેનો ઘાત કરે છે. સમુદ્ધાતના બીજા સમયે શેષ સ્થિતિના અસંખ્ય બહુભાગોનો ઘાત કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે સમયે અશુભપ્રકૃતિઓના શેષ રસના અનંતા બહુભાગોનો ઘાત કરે છે અને એક અનંતમો ભાગ બાકી રહે છે, શુભપ્રકૃતિઓનો રસ અશુભપ્રકૃતિઓમાં નાંખી તેનો ઘાત કરે છે. સમુદ્રઘાતના ત્રીજા સમયે શેષ સ્થિતિના અસંખ્ય બહુભાગોનો ઘાત કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે સમયે અશુભપ્રકૃતિઓના શેષ રસના