________________ 158 ૧૩મુ ગુણઠાણુ ગુણઠાણાના દ્વિચરમ સમયે નિદ્રા ર નો સ્વરૂપસત્તાની અપેક્ષાએ ક્ષય થાય છે. ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ અને ક્ષય થાય છે. (24) ત્યાર પછી જીવ કેવળી થાય છે અને ૧૩માં ગુણઠાણે જાય છે. ત્યાં તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોડવર્ષ સુધી રહે છે. ત્યાર પછી તે ૧૩માં ગુણઠાણાને અંતે અંતર્મુહૂર્તમાં આયોજિકાકરણ કરે છે. આયોજિકાકરણ એટલે ઉદયાવલિકામાં કર્મપુદ્ગલોને નાંખવારૂપ વિશેષ પ્રકારની ઉદીરણા. (25) ત્યાર પછી જેમના વેદનીય, નામ અને ગોત્ર કર્મોની સ્થિતિ આયુષ્યની સ્થિતિ કરતા વધુ હોય તેઓ તેમની સ્થિતિને આયુષ્યની સ્થિતિની સમાન કરવા સમુદ્ધાત કરે છે. લોકપ્રકાશના ત્રીજા સર્ગમાં કહ્યું છે - “વાયુપોતિરિવાનિ, कर्माणि सर्ववेदिनः / वेद्याख्यनामगोत्राणि, समुद्घातं करोति સ: રૂછશા' સમુદ્ધાતમાં પ્રથમ સમયે શરીરમાંથી આત્મપ્રદેશો બહાર કાઢી સ્વશરીરપ્રમાણ પહોળો અને ઉપરનીચે લોકાંત સુધીનો આત્મપ્રદેશોનો દંડ કરે છે. બીજા સમયે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ લોકાંત સુધી ફેલાવી કપાટ કરે છે. ત્રીજા સમયે આત્મપ્રદેશને ઉત્તર-દક્ષિણ કે પૂર્વ-પશ્ચિમ લોકાંત સુધી ફેલાવી મંથાન કરે છે. ચોથા સમયે આત્મપ્રદેશો વડે આકાશના આંતરા પૂરે છે. પાંચમા સમયે આત્મપ્રદેશોને આકાશના આંતરામાંથી સંહરી મંથાન કરે છે. છઠ્ઠી સમયે આત્મપ્રદેશોને મંથાનમાંથી સંહરી પાટ કરે છે. સાતમા સમયે આત્મપ્રદેશોને કપાટમાંથી