________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 109 (7) અતીર્થકર કેવળીને સમુઠ્ઠાતમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૨૭નું ઉદીરણાસ્થાનક હોય અને સમુદ્રઘાતમાં કાર્મણકાયયોગમાં ૨૧નું ઉદીરણાસ્થાનક થાય તે સાતમું અલ્પતર ઉદીરણાસ્થાનક છે. ૪૪ના, ૪પના, ૪૬ના, ૪૭ના, ૪૮ના, ૪૯ના, ૫૦ના, ૫૧ના, પરના, પ૩ના, પ૪ના, પપના, પ૬ના, પ૭ના, ૫૮ના, ૫૯ના ઉદીરણાસ્થાનકો ૪૪ના ઉદયસ્થાનકથી પ૯ના ઉદયસ્થાનક સુધીના ઉદયસ્થાનકો પ્રમાણે જાણવા. આમ કુલ ઉદીરણાસ્થાનકો 8 + 16 = 24 છે. તે આ પ્રમાણે - ૨૧નું, ૨૨નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું, ૩રનું, ૪૪નું, ૪૫નું, ૪૬નું, ૪૭નું, ૪૮નું, ૪૯નું, ૫૦નું, ૫૧નું, પરનું, પ૩નું, પ૪નું, પપનું, પ૬નું, પ૭નું, પ૮નું, પ૯નું. ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક-૧૯ : ૨૧ના ઉદીરણાસ્થાનકની નીચે કોઈ ઉદીરણાસ્થાનક ન હોવાથી ૨૧નું ભૂયસ્કર ઉદીરણાસ્થાનક નથી. અતીર્થકરના ઉદીરણાસ્થાનક પરથી તીર્થકરના ઉદીરણાસ્થાનક પર જઈ શકાતું ન હોવાથી ૨૨નું ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક નથી. ૨૯ના અને ૩૦ના ઉદીરણાસ્થાનકોની નીચેના કોઈપણ ઉદીરણાસ્થાનકો પરથી ૨૯ના અને ૩૦ના ઉદીરણાસ્થાનકો પર જઈ શકાતું ન હોવાથી ૨૯ના અને ૩૦ના ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક નથી. કેવળીના ઉદીરણાસ્થાનક પરથી છબસ્થના ઉદીરણાસ્થાનક પર જવાતું ન હોવાથી ૪૪નું ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક નથી. શેષ 19 ઉદીરણાસ્થાનકો પર જ્યારે જીવ અલ્પ પ્રકૃતિવાળા ઉદીરણાસ્થાનકો