________________ 108 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે સ્વરનો નિરોધ થયા પછી ૩૧નું ઉદીરણાસ્થાનક થાય તે પહેલુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. (2) તીર્થકર કેવળીને સ્વરનો નિરોધ થયા પછી ૩૧નું ઉદીરણાસ્થાનક હોય અને ઉચ્છવાસનો નિરોધ થયા પછી ૩૦નું ઉદીરણાસ્થાનક થાય તે બીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. અથવા સ્વભાવસ્થ અતીર્થકર કેવળીને ૩૧નું ઉદીરણાસ્થાનક હોય અને સ્વરનો નિરોધ થયા પછી ૩૦નું ઉદીરણાસ્થાનક થાય તે પણ બીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક (3) અતીર્થકર કેવળીને સ્વરનો નિરોધ થયા પછી ૩૦નું ઉદીરણાસ્થાનક હોય અને ઉચ્છવાસનો નિરોધ થયા પછી ૨૯નું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક (4) સ્વભાવસ્થ તીર્થકર કેવળીને ૩રનું ઉદીરણાસ્થાનક હોય અને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્નકાયયોગમાં ૨૮નું ઉદીરણાસ્થાનક થાય તે ચોથુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. (5) સ્વભાવસ્થ અતીર્થકર કેવળીને ૩૧નું ઉદીરણાસ્થાનક હોય અને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્નકાયયોગમાં ૨૭નું ઉદીરણાસ્થાનક થાય તે પાંચમુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. (6) તીર્થકર કેવળીને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્નકાયયોગમાં ૨૮નું ઉદીરણાસ્થાનક હોય અને સમુદ્ધાતમાં કાર્મણકાયયોગમાં ૨૨નું ઉદીરણાસ્થાનક થાય તે છઠ્ઠું અલ્પતર ઉદીરણાસ્થાનક