________________ મૂળપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે ક્રમ|ઉદયસ્થાનક પ્રકૃતિ | સ્વામી | સર્વ ૧લા ગુણઠાણાથી ૧૦માં ગુણઠાણા સુધીના જીવો 8 - મોહનીય ૧૧માં ગુણઠાણા અને ૧૨મા ગુણઠાણાના જીવો 7 - જ્ઞાનાવરણ, ૧૩મા ગુણઠાણા અને ૧૪મા દર્શનાવરણ, અંતરાય ગુણઠાણાના જીવો ભૂયસ્કાર ઉદયસ્થાનક-૧ - ૮નું ૧૧માં ગુણઠાણે ૭નું ઉદયસ્થાનક હોય અને પડીને ૧૦મા વગેરે નીચેના ગુણઠાણે આવે ત્યાં ૮નું ઉદયસ્થાનક થાય તે ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. અલ્પતર ઉદયસ્થાનક-૨ :- ૭નું, ૪નું ૧૦માં ગુણઠાણે ૮નું ઉદયસ્થાનક હોય. ત્યાં મોહનીયનો ક્ષય કે ઉપશમ થાય અને ૧૧માં ગુણઠાણે ૭નું ઉદયસ્થાનક થાય તે પહેલું અલ્પતર ઉદયસ્થાનક છે. ૧૨મા ગુણઠાણે ૭નું ઉદયસ્થાનક હોય. ત્યાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો ક્ષય થવાથી ૧૩મા ગુણઠાણે ૪નું ઉદયસ્થાનક થાય તે બીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. અવસ્થિત ઉદયસ્થાનક-૩ :- ૮નું, ૭નું, ૪નું ત્રણે ઉદયસ્થાનક બીજા સમયથી અવસ્થિત હોય છે. તેથી અવસ્થિત ઉદયસ્થાનક ત્રણ છે - ૮નું, ૭નું, ૪નું. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી સર્વથા ઉદયનો અભાવ થયા પછી ફરી ઉદય થતો નથી. તેથી અવક્તવ્ય ઉદયસ્થાનક નથી.