________________ 28 કોઠા પ્રમાણે ભાગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત એક પંક્તિમાંથી એક જ ખાનાનો અંક લેવો. પહેલી પંક્તિના 1 સાથે જે જે ખાનાના અંકો મળીને ભાંગાક્રમાંકની સંખ્યા થાય છે તે ખાનામાં પાસા નાખવા. તે તે પંક્તિમાં પાસા નાખેલ ખાનાનો ક્રમાંક તે ખોવાયેલા ભાંગાની તે તે પંક્તિનો અંક. જે પંક્તિમાં ખાનામાં પાસા ન નાખ્યા હોય તે પંક્તિમાં શૂન્યવાળા ખાનાનો ક્રમાંક તે ખોવાયેલા ભાંગાની તે તે પંક્તિનો અંક છે. દા.ત. (1) પાંચ પદોનો 30 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિના 24, ત્રીજી પંક્તિના 4, બીજી પંક્તિના 1 મળીને 29 થાય. પહેલી પંક્તિના 1 સાથે તે 30 થાય. જે ભાગાક્રમાંક છે. આ ચાર ખાનાઓમાં પાસા નાખવા. પાંચમી પંક્તિના 24 નું ખાનું ઉપરથી બીજું છે. તેથી પચ્ચાનુપૂર્વીથી 5,4,3, 2,1 એ પ્રમાણે ગણતા બીજો અંક 4 છે. તેથી ખોવાયેલા ભાંગાની પાંચમી પંક્તિમાં 4 મૂકવો. ચોથી પંક્તિમાં કોઈ ખાનામાં પાસો નથી. તેથી શૂન્યના ખાનાનો ક્રમાંક તે ખોવાયેલા ભાંગાની ચોથી પંક્તિનો અંક છે. શૂન્યનું ખાનું પહેલું છે. તેથી પચ્ચાનુપૂર્વીથી 5,4,3, 2,1 એ પ્રમાણે ગણતા પહેલો અંક પ છે. તેથી ખોવાયેલા ભાંગાની ચોથી પંક્તિમાં પ મૂકવો. - ત્રીજી પંક્તિમાં 4 નું ખાનું ઉપરથી ત્રીજું છે. પચ્ચાનુપૂર્વીથી 5,4, 3, 2, 1 એ પ્રમાણે ગણવું જોઈએ. પણ ખોવાયેલા ભાંગાની