________________ ર 7 કોઠા પ્રમાણે ભાંગો અને ભાગાક્રમાંકને શોધવાની રીત ઊભી નવ પંક્તિઓ સ્થાપવી. પહેલી પંક્તિમાં 1 ખાનું કરવું. બાકીની પંક્તિઓમાં પૂર્વ પૂર્વ પંક્તિથી 1-1 ખાનું વધુ કરવું. પહેલી પંક્તિના પહેલા ખાનામાં 1 સ્થાપવો. બાકીની પંક્તિઓના પહેલા ખાનામાં 0 સ્થાપવો. બીજા ખાનાઓમાં પરિવર્તાકો સ્થાપવા. ત્રીજા ખાનાઓમાં બમણા પરિવર્તાકો સ્થાપવા. ચોથા ખાનાઓમાં ત્રણગુણા પરિવર્તાકો સ્થાપવા. પાંચમા ખાનાઓમાં ચારગુણા પરિવર્તાકો સ્થાપવા. છઠ્ઠા ખાનાઓમાં પાંચગુણા પરિવર્તાકો સ્થાપવા. સાતમા ખાનાઓમાં છગુણા પરિવર્તાકો સ્થાપવા. આઠમા ખાનાઓમાં સાતગુણા પરિવર્તાકો સ્થાપવા. નવમા ખાનાઓમાં આઠગુણા પરિવર્તાકો સ્થાપવા. અહીં ઊભી નવ પંક્તિઓ સ્થાપી છે, તે નવ પદોને આશ્રયીને. જેટલા પદો હોય તેટલી ઊભી પંક્તિઓ સ્થાપવી. પસાર થયેલા અંકોમાં ગણવા નહીં. ઉપરથી નીચે ખાનાઓને પશ્ચાનુપૂર્વીથી 9, 8, 7, 6 વગેરે ક્રમાંકો આપવા. નીચેથી ઉપર ખાનાઓને પૂર્વાનુપૂર્વીથી 1, 2, 3, 4 વગેરે ક્રમાંકો આપવા. ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત -