________________ 138 - અનંતા, વિસંયોજના - પ્રથમ ઉપશમસમ્યક્ત પ્રાપ્તિ 2. અનંતા વિસંયોજના - ચારે ગતિના, 4 થી 7 ગુણવાળા, પર્યાપ્તા જીવો અનંતા વિસંયોજના કરે. તે માટે ત્રણ કરણ કરે. તે પૂર્વેની જેમ જાણવા. અહીં અનિવૃત્તિકરણમાં અંતરકરણ ન કરે. પણ નીચે આવો છોડી બાકીનું બધુ દલિક ઉદ્વલના સંક્રમથી નાશ કરે. આવો ગત દલિક વેધમાન પરપ્રકૃતિમાં સિબુકસંક્રમથી સંક્રમાવે. અનિવૃત્તિકરણના અંતે અંતર્મુહૂર્ત બાદ જીવ સ્વભાવસ્થ થાય, શેષ કર્મોના સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ ન થાય. આમ અનંતા વિસંયોજના કહી. હવે દર્શન-3 ની ઉપશમના કહેવાની છે. તેમાં મિથ્યાની ઉપશમના મિથ્યાદષ્ટિ અને વેદકસમ્યગ્દષ્ટિ કરે. સમ-મિશ્ર ની ઉપશમના વેદકસમ્યગ્દષ્ટિ જ કરે. ત્યાં મિથ્યાદષ્ટિને મિથ્યા ની ઉપશમના પ્રથમસમ્યક્ત પ્રાપ્તિ વખતે થાય. તે આ પ્રમાણે - પ્રથમ ઉપશમ સમ્યક્ત પ્રાતિ - મિથ્યાત્વમોહoની ઉપશમના) - અપૂર્વકરણ સુધી પૂર્વેની જેમ કહેવુ. અહીં અપૂર્વકરણમાં ગુણસંકમ ન થાય. ગુણશ્રેણી ઉદયસમયથી રચાય. અનિવૃત્તિકરણમાં પણ એ જ પ્રમાણે થાય. સં. મો ભાગ બાકી રહે ત્યારે મિથ્યાત્વ મોહoળી નીચે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ છોડી અંતરકરણ કરે છે. તે અંતર્મુહૂર્તપ્રમાણ હોય છે. તે પ્રથમસ્થિતિ કરતા કંઈક અધિક હોય છે. નવા સ્થિતિબંધના કાળમાં તે કરે છે. અંતરકરણનું દલિક ૧લી અને બીજી સ્થિતિમાં નાંખે. પહેલી સ્થિતિમાં રહેલો જીવ પહેલીસ્થિતિના દલિકને ઉદીરણાથી ઉદયમાં નાંખે તે ઉદીરણા અને બીજી સ્થિતિના દલિકને ઉદીરણાથી ઉદયમાં નાંખે તે આગાલ. ઉદય-ઉદીરણાથી પહેલી સ્થિતિને ભોગવે. પહેલી સ્થિતિની બે આવો બાકી રહે ત્યારે આગાલનો વિચ્છેદ થાય, એક આવ, બાકી રહે ત્યારે ઉદીરણાનો વિચ્છેદ થાય. તે આવને ઉદયથી ભોગવે. ચરમસમયે બીજીસ્થિતિના દલિકના રસભેદે ત્રણ પંજ કરે - સમ્યક્ત મોહo,