________________ પ૯ સંઘાટક વિના એકલા ગોચરી જવામાં દોષો થયો એમ માનીને સહન કરે. ગોચરીસમય થવા પર સાધુ શું શું કરે? ગોચરીસમય થવા પર સાધુ નાનુ વંદન કરીને મુહપત્તિનું પડિલેહણ કરે. પછી ખમાસમણું આપીને પૂછે, “ભગવન્! પાત્રા સ્થાને સ્થાપું ?" પછી પાત્રાને બરાબર પ્રમાર્જીને પાત્રા અને પડલા લઈને સંઘાટક સાથે ગુરુની આગળ ઉપયોગ કરે. પછી આવસહી કહીને ગૌતમસ્વામીને યાદ કરીને જે બાજુની નાડી ચાલુ હોય તે બાજુનો પગ પહેલા ઉપાડીને ગોચરી માટે જાય. જ્યાં સુધી ભિક્ષા ન મળે ત્યાં સુધી દાંડો ભૂમિ ઉપર ન મૂકે. સંઘાટક વિના એકલા ગોચરી જવામાં દોષો (i) સ્ત્રીનો ભય. (i) કુતરાનો ભય. (i) પ્રત્યેનીક (દુશ્મન) નો ભય. (v) ભિક્ષાની અવિશુદ્ધિ (દોષો લાગે). (v) મહાવ્રતની વિરાધના થાય. માટે સંઘાટક સાથે ગોચરી જવું. પાત્રા લઈને ગોચરી માટે નીકળતા સાધુ શું બોલે? ગોચરી માટે નીકળતા સાધુ આ પ્રમાણે બોલે, “ઋષભદેવ ભગવાનને પારણામાં ઇક્ષરસ મળ્યો અને બાકીના તીર્થકરોને પારણામાં અમૃત જેવી ખીર મળી. અક્ષણમહાનલબ્ધિવાળા ગૌતમસ્વામીજી જય પામો કે જેમની કૃપાથી ભરતક્ષેત્રમાં આજે પણ સાધુઓ સમાધિમાં રહે છે.' સાધુ ગોચરી માટે કેવી રીતે વિચરે? સાધુ પૂર્વે કહ્યા મુજબ બોલીને, આળસ વિના, દીનતા વિના, પ્રસન્ન મન અને દૃષ્ટિ પૂર્વક, ઇચ્છાકાર વગેરે જયણાપૂર્વક, થોડું થોડું