________________ 46 પાત્રાના સાત ઉપકરણો પાદોન પોરિસી પહેલી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે ગીતાર્થ નાનું વંદન કરીને કહે - પહેલી પોરિસી ઘણીખરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારપછી ગુરુદેવ અને મુનિઓ છોભનંદન (ખમાસમણું) કરીને મુહપત્તિનું પડિલેહણ કરે. ત્યારપછી બેસીને પાત્રા વગેરેનું અને માત્રકનું પડિલેહણ કરે. | ગીતાર્થ (ઉપર ગીતાર્થની વાત આવી. તેથી ગીતાર્થનું સ્વરૂપ બતાવે છે.) ગીત = સૂત્ર, અર્થ = સૂત્રનું વ્યાખ્યાન. સૂત્રને અને તેના વ્યાખ્યાનને જાણે તે ગીતાર્થ. અંદરના શલ્યોનો ઉદ્ધાર કરવા માટે (આલોચના આપવા માટે) ગીતાર્થને ઉત્કૃષ્ટથી 700 યોજન સુધી અને બાર વરસ સુધી શોધવા. પાત્રાના સાત ઉપકરણો (પાત્રનિર્યોગ) (પાદોન પોરિસીએ પાત્રાના ઉપકરણોનું પડિલેહણ કરે એમ કહ્યું. તેથી પાત્રાના ઉપકરણોનું સ્વરૂપ બતાવે છે.) (1) પાત્રા - તે ત્રણ પ્રકારના છે - (i) તુંબડાના પાત્રા (i) લાકડાના પાત્રા (i) માટીના પાત્રો પાત્રાનું પ્રમાણ - મધ્યમ પ્રમાણ - જેની પરિધિ ત્રણ વેત અને ચાર અંગુલ થાય તે પાત્રુ મધ્યમ પ્રમાણવાળું છે. ઉત્કૃષ્ટ પ્રમાણ - મધ્યમ પ્રમાણથી વધુ પ્રમાણવાળુ પાત્રુ તે ઉત્કૃષ્ટ