________________ પોરિસીનો સમય જાણવાની રીત 43 (22) સમ્યકત્વ - બીજા ધર્મોમાં ચમત્કાર દેખાય તો પણ ભગવાને બતાવેલા જૈનધર્મથી ચલિત ન થવું, નિશ્ચલ રહેવું. - પોરિસીનો સમય જાણવાની રીત આ પોરિસીનો સમય એટલે દિવસનો પહેલો પ્રહર પૂરો થવાનો સમય અથવા દિવસનો છેલ્લો પ્રહર બાકી રહ્યાનો સમય. સમય થવા પર સૂર્યને જમણા કાન તરફ રાખી જમણી જંઘા ઉપર આંગળી રાખીને પડિલેહણનો સમય જાણવો. અષાઢ પૂર્ણિમાએ પોરિસી વખતે તે આંગળીનો પોતાના જેટલો પડછાયો થાય. પોષ પૂર્ણિમાએ પોરિસી વખતે તેનો પોતાનાથી બમણો પડછાયો થાય. ચૈત્ર પૂર્ણિમા અને આસો પૂર્ણિમાએ પોરિસી વખતે તેનો પોતાનાથી દોઢગણો પડછાયો થાય. બે વેત પ્રમાણવાળી વસ્તુનો અષાઢ પૂર્ણિમાએ પોરિસી વખતે બે વેંત પ્રમાણ પડછાયો થાય છે, પોષ પૂર્ણિમાએ પોરિસી વખતે તેનો ચાર વેંત પ્રમાણ પડછાયો થાય છે, ચૈત્ર પૂર્ણિમાએ અને આસો પૂર્ણિમાએ પોરિસી વખતે તેનો ત્રણ વેંત પ્રમાણ પડછાયો થાય છે. સાત અહોરાત્રમાં 1 અંગુલની વૃદ્ધિ હાનિ થાય. એક પક્ષમાં 2 અંગુલની વૃદ્ધિનહાનિ થાય. એક માસમાં 4 અંગુલની વૃદ્ધિ-હાનિ થાય દિવસ પોરિસીનું પ્રમાણ વેત | અંગુલ અષાઢ પૂર્ણિમા શ્રાવણ પૂર્ણિમા ભાદરવા પૂર્ણિમા