________________ પડિલેહણનો ક્રમ અને વિધિ 35 જિનશાસનમાં ઉપયોગની પ્રધાનતા છે. ઉપયોગ એ જ ધર્મ છે. પ્રન્થિસહિત પચ્ચકખાણ કરનાર સ્વર્ગ અને મોક્ષના સુખોને ગાંઠમાં બાંધે . છે. માંસ ખાનારો દારૂડિયો ગ્રન્થિસહિત પચ્ચખાણના પ્રભાવથી દેવ થયો. શાસ્ત્રકારો એનું (સંકેતપચ્ચખાણનું) પુણ્ય અનશનની સમાન કહે છે. પડિલેહણનો ક્રમ અને વિધિ સવારનું પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પડિલેહણ કરવું. પડિલેહણ ત્રણ પ્રકારે છે - (1) સવારે સૂર્યોદય પહેલા દશ વસ્તુનું પડિલેહણ કરવું. તે આ પ્રમાણે() ખમાસમણ આપી પહેલા મુહપત્તિનું પડિલેહણ કરવું. (i) પછી રજોહરણનું પડિલેહણ કરવું. (i) પછી રજોહરણની બે નિષદ્યા (ઓઘારિયું - નિશીથીયું)નું પડિલેહણ કરવું. (ઓઘો છોડી બે દોરી, ઓઘારિયું, નિશીથીયું, દાંડી, પાટો દશીનું પડિલેહણ કરી ઓઘો બાંધવાનો.) પછી આસન અને કંદોરાનું પડિલેહણ કરવું. પછી ચોલપટ્ટાનું પડિલેહણ કરવું. (આ પાંચ વાનાનું પડિલેહણ કર્યા પછી ઈરિયાવહી કરી પડિલેહણા પડિલેહાવોજીનો આદેશ માંગી સ્થાપનાજી તથા વડિલોનું પડિલેહણ કરી બાકીના આદેશ માંગીને બાકીની ઉપધિનું પડિલેહણ કરવું. તે આ પ્રમાણે ) (v) પહેલા પહેરવાના કપડાનું પડિલેહણ કરવું. (vi) પછી કામળીનું પડિલેહણ કરવું. (vi) પછી કામળીના કપડાનું પડિલેહણ કરવું. (vi) પછી સંથારાનું પડિલેહણ કરવું. ().