________________ 27. 30 નીવિયાતા (5) વિસ્પંદન - દહીંની તર અને લોટ એ બે મેળવીને બનાવેલ કુલેર. અથવા અડધા બળેલા ઘીમાં ચોખા નાખીને ઉકાળેલા ઘીની ઉપરની તર. તેલના 5 નીવિયાતા - (2) તિલકુટ્ટી - ગોળને ઉકાળીને તેમાં તલ નાંખીને બનાવેલી તલસાંકળી. (3) પફવતેલ - ઔષધિ નાંખીને ઉકાળેલું તેલ. (4) પફવષધિતરિત - ઔષધિ નાંખીને ઉકાળેલા તેલની તર. (5) નિર્ભજન - તળ્યા બાદ વધેલું, બળેલુ તેલ. ગોળના 5 નીવિયાતા - (1) અર્ધવથિતઈશુરસ - અડધો ઉકાળેલો શેરડીનો રસ. (2) ગોળપાણી - પુડલા વગેરે સાથે વપરાતું ગોળનું પાણી. (3) સાકર - કાંકરા જેવી હોય છે તે. (4) ખાંડ - ઝીણી હોય છે તે. (5) પાકો ગોળ - ગોળની ચાસણી. પકવાન (કડાહવિગઈ)ના પ નીવિયાતા - (1) દ્વિતીય પુડલો - તવીમાં સંપૂર્ણ સમાય તેવો એક પુડલો કર્યા પછી નવું ઘી કે તેલ ઉમેર્યા વિના જેટલા પુડલા થાય તે નીવિયાતા છે. (2) તસ્નેહ ચતુર્થાદિ ઘાણ - કડાઈમાં સંપૂર્ણ સમાય એવા પૂરી વગેરેના 3 ઘાણ કર્યા પછી નવું ઘી કે તેલ ઉમેર્યા વિના જેટલા ઘાણ નીકળે તે બધા નીવિયાતા છે. (3) ગોળધાણી - ગોળનો પાયો કરીને તેમાં પાણી મેળવીને બનાવેલા લાડુ નવિયાતા છે.