________________ ઉત્કૃષ્ટ તપ 13 શકીશ? નહીં કરી શકું. શું 1 માસમાં 4 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું.” * એમ 1-1 દિવસ ઘટાડતાં 1 માસમાં 13 દિવસ ન્યૂન એટલા તપ સુધી વિચારવું. પછી આ પ્રમાણે વિચારવું - “શું 34 ભક્તનો તપ કરી શકીશ? નહીં કરી શકું. શું 32 ભક્તનો તપ કરી શકીશ? નહીં કરી શકું. શું 30 ભક્તનો તપ કરી શકીશ? નહીં કરી શકું.' એમ બે-બે ભક્ત ઘટાડતાં દશભક્ત સુધી વિચારવું. પછી આ પ્રમાણે વિચારવું - શું અટ્ટમનો તપ કરી શકીશ? નહીં કરી શકું. શું છઠ્ઠનો તપ કરી શકીશ? નહીં કરી શકું. શું ઉપવાસ કરી શકીશ? નહીં કરી શકું.' એમ આયંબિલ - નીવિ - એકાસણું - બીઆસણું - અવઢ - પુરિમષ્ઠ - સાઢપોરસી - પોરસી - નવકારસી સુધી વિચારવું. જે તપ પૂર્વે કર્યો હોય પણ હાલ કરવાની ભાવના ન હોય ત્યાં અને ત્યાંથી આગળ “નહીં કરી શકું ની બદલે “શક્તિ છે, ભાવના નથી' એમ વિચારવું. જે દિવસે જે તપ કરવાનો હોય ત્યાં “શક્તિ છે, ભાવના છે એમ વિચારવું. કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ બોલવો. જે તપ કાઉસ્સગ્નમાં ધાર્યો હોય તેનું પચ્ચકખાણ ગુરુદેવ પાસે લેવું. ઉત્કૃષ્ટ તપ ઋષભદેવ ભગવાનના શાસનમાં ઉત્કૃષ્ટ તપ 1 વર્ષનો છે. બાવીસ ભગવાનના શાસનમાં ઉત્કૃષ્ટ તપ 8 માસનો છે. વર્ધમાનસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ 6 માસનો છે. દશ પ્રકારના પચ્ચકખાણ (પ્રતિક્રમણમાં ગુરુ પાસે પચ્ચકખાણ લેવાનું કહ્યું. તેથી હવે પચ્ચખાણનું સ્વરૂપ બતાવે છે.)