________________ રાજ્યાભિષેક 77 કઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખ્યા વગર મહારાજા, મહામંત્રી અને અંતઃપુરને સ્ત્રીવર્ગ વિદાય થશે. નગરી બહાર તે હજારો લેકે, રડતા હૃદયે વિદાય આપવા. ઊભા હતા મહાત્મા વીરસેને સહુની ક્ષમા યાચના કરીને સર્વત્યાગના પંથે પ્રયાણ કર્યું. ચાર પાંચ કેસ સુધી . મહારાજા નળ, કનકાવલી, વગેરે તેમની સાથે જ ચાલતાં રહ્યાં. છેવટે મહારાજા વીરસેને પિતાના પુત્રને હૈયા સરસો લઈને કહ્યું, “વત્સ, આ મારું છેલ્લું આલિંગન છે...હવે તું વિદાય થા. ...તને મારા સેગંદ છે. મોહનાં બંધન તેડીને કર્તવ્યની મશાલ ધારણ કરજે...” આ શબ્દો સાંભળીને હજારો લોકો રડી પડયા. માયાનાં બંધનો તોડીને મુકિત માર્ગ પર યાત્રાથે નીકળેલાં મહારાજા, મહામંત્રી, મહાદેવી અને અન્ય પનીઓ મુક્ત મને સહિત ચાલવા માંડયાં.. જેમણે કદી ધરતી પર પગ પણ નથી માંડયો.એવી કેમલાંગિની રાજરાણીઓ ઉઘાડા પગે જતી હતી. સવ ત્યાગને કઠિન માર્ગ! બળવાન આત્માઓ સિવાય એ માગે કેણ કદમ મૂકી શકે? નિષધપતિ, મહારાણુ કનકાવલી, રાજભવનનાં સેકડ દાસદાસીઓ, રાજ્યના સેંકડે મંત્રીઓ, શ્રેષ્ઠિઓ અને હજારે પ્રજાજને મહારાજ વરસેન તરફ સજળ નયને જોતાં ઊભા રહ્યાં.