________________ મારે એ અંગે પણ જાગૃત રહેવું પડયું છે. આર્ય સંસ્કૃતિના હાર્દનું દર્શન કરાવતી આ કથા લેકે માટે નવી નથી. હજારો વર્ષથી આ કથા લેક હૈયા પર રહેતી આવી છે..અને પ્રસ્તુત નવલકથામાં જે કંઈ સારું છે તે મહાકવિનું છે અને જે કંઈ અનુચિત હોય તે મારા જેવા અલ્પાત્માનું છે.• કારણ કે મેં તે કેવળ ભક્તિ, ભાવના અને શ્રદ્ધા સાથે. નળાયન ને નવલકથાનું રૂપ આપ્યું છે...અને રૂપ કેવું થયું છે?” એ પ્રશ્નનો જવાબ હું શું આપું ? સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક અખબાર જયહિંદમાં આ કથા દર સપ્તાહે ધારાવાહિક રૂપે પ્રગટ થતી હતી અને વિશાળ વાચક વર્ગને તે પ્રિય થઈ પડી હતી. ખાસ કરીને બહેનેએ આ કથાને ભાવપૂર્વક સત્કાર કર્યો હતો. આજ આ કથા આપની સમક્ષ ગ્રંથ રૂપે રજૂ થાય છે અને મને વિશ્વાસ છે કે આપ સહુને મારી અન્ય કથાઓ માફક આ કથા પણ ગમશે. કિશોરસિંહજી માર્ગ, રાજકોટ 1. વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી. ફાગણ સુદ છે. 1024) બીજી આ વેળાએ.. આજ વિષધપતિની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે. વાર્તા અંગે વિશેષ કશું કહેવાનું નથી. આ કથા લોકભોગ્ય બની છે. એજ મારા માટે આશાસ્પદ છે. મારે જે કહેવાનું હતું તે મે પ્રથમ આવૃત્તિમાં કહી નાખ્યું છે, સવંત 2035 મહા શું 1 ) કરણપરા, ધામીનિવાસ વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી રાજકોટ-૩૬૦૦૦૧