________________ નિષધપતિ મીંચી ગઈ. આ શું બન્યું સ્વપ્ન તે લાગતું નથી...તે આમ બને કેવી રીતે ? આ કોણ હશે? મને શા માટે અને કયાં ઉઠાવી જ હશે ? | મુગ્ધ નજરે નિહાળી રહેલા રુદ્રાંગે કહ્યું, “સુંદરી, ચિંતાનું કોઈ કારણ નથી. હું એક વિદ્યાધર છું. તારા નવયૌવન પર મુગ્ધ બનીને તને મારી પ્રિયા બનાવવા લઈ જાઉં છું..” “ઓહ.” ક્રોધભરી નજરે કનકાવલીએ વિદ્યાધર સામે જોયું અને કહ્યું, “તું વિદ્યાધર છે કે કેઈ દાનવ છે?” “વિદ્યાધર છું. હું તને અનંત સુખના સામ્રાજ્યમાં લઈ જાઉં છું...” પરંતુ તેં મને..” કનકાવલી વિશેષ બોલી શકી નહિ. રુદ્રાંગે પિતાને કઠેર સ્વર કંઈક મુલાયમ કરતાં કહ્યું, “સુંદરી મેં તને તારી શયામાંથી મારી વિદ્યાશક્તિ વડે ઉઠાવી છે.” તું વિદ્યાધર નથી, પણ કોઈ દુષ્ટ પાપી અને દત્ય લાગે છે. વિઘાને સ્વામી કઈ દિવસ અબળાનું અપહરણ કરે નહિ.” રુદ્રાંગ ખડખડાટ હસી પડે ને હસતાં હસતાં બોલ્યોઃ “સુંદરી, અપહરણ કરીને મનગમતી રૂપરાણને ઉઠાવી જવી એ ક્ષત્રિયેની મરદાનગી ગણાય છે...તું જરાયે સંકેચ ન રાખ. હું તને પૃથ્વીનાં અતિ મનહર સ્થળોએ ફેરવીશ... અત્યારે હું તને વિંધ્યાચળ પર્વતની એક ગુફામાં લઈ જાઉં છું, ત્યાં પહોંચ્યા પછી તારા રૂપયૌવન વડે મારી પ્યાસ બુઝવીશ અને તારાં સઘળાં અરમાને પૂરાં કરીશ... કનકાવલી, તું દેવકન્યા કરતાં યે આકર્ષક છે. હું મારી તમામ સંપત્તિ અને શક્તિ તારાં ચરણમાં બિછાવીને તારો દાસ બની રહીશ.” પાપી ! આય કુમારિકાઓને શું તેં પ્યાસ બુઝવનારાં રમકડાં જેવી ક૯પી છે? પિતાના પ્રાણ કરતાં ને આશાઓ કરતાં પણ આર્ય કન્યા શિયળને મહાન માને છે. તું મને સત્વરે મારા રાજભવનમાં