________________ " જ્ઞાનકસેટી શક્ય નહતું...કારણ કે રાજકન્યાને પ્રભાવ એવો હતો કે એને જેનારાં નરનાર માત્ર સ્તબ્ધ નહિ, અવાફ પણ બની જતાં હતાં. રાજકન્યાના રૂપનું વર્ણન વાણી દ્વારા કરવું એ કઈ માટે સહજ નહોતું. સર્વ કલાઓમાં કુશળ, સમગ્ર વિશ્વમાં અજોડ, વિવિધ પ્રકારના વિલાસ વડે સમૃધ્ધ અને નવયૌવનના તેજથી અલંકૃત થયેલી દમયંતીને નિહાળવા માટે બ્રહ્મા પણ લાચાર બની ગયા હતા અને પિતાનાં આઠેય નેત્રો બંધ કરીને ધ્યાનસ્થ બની ગયા હતા... -દમયંતીની કાયાના નિર્માણ વખતે બ્રહ્માએ જે શક્તિને ઉપયોગ કર્યો હતો તે શક્તિનો ઉપયોગ ફરી વાર કરીને કોઈ અન્ય સુંદરીનું નિર્માણ કરવાની તેમને જાણે કલ્પના જ આવતી નહતી. દેવદુર્લભ, રૂપવતી અને તેજસ્વી તિલકવાળી દમયંતી અને તેની વિદ્યાભ્યાસ કરી રહેલી અન્ય શતાધિક રાજકન્યાઓને અભ્યાસ કાળ પૂરો થઈ ગયો હતો હવે માત્ર અંતિમ કસોટી જ બાકી રહી હતી. અભ્યાસ કરાવનારા સઘળા પંડિતાએ રાજપુરોહિતને અભ્યાસ પૂરો થયાની વાત કરી અને રાજપુરોહિતે સર્વ વિદ્યાર્થિનીઓની પરીક્ષા નિમિત્તેની સભા યોજવાની તૈયારી કરવાનું મહારાજા તથા મહાદેવીને જણાવ્યું. મહારાજાએ પિતાના મહામંત્રીને આજ્ઞા કરી. રાજભવનના વિરાટ પ્રાંગણમાં વિશાળ શમિયાણો નાખવામાં આવ્યો અને રાજપુરોહિતે એક શુભ દિવસ નક્કી કર્યો. કરીને દિવસ આવી ગયો. રાજપુરોહિતના નેતૃત્વ નીચે વીસ પંડિતેની મંડળી પરીક્ષારૂપે -એસી ગઈ. મહારાજ ભીમ, મહાદેવી, પ્રિયંગુમંજરી અન્ય રાજાઓ -મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, રાણીવાસની અન્ય રાણીઓ અને પરિવારની