________________ નિષધપતિ બળવાન હોય અને તેની બાજુમાં જ રક્ષરૂપે સૂતો હોય તે નારીને ભયનું કઈ કારણ રહી શકતું નથી. પરંતુ પાછલી રાતે દમયંતી એક સ્વપ્નમાં ખોવાઈ ગઈ. એક સુંદર અને પરિપકવ ફળવાળા આમ વૃક્ષ પાસે પિતે આવી છે. આંબા પરની કેરીઓ જોઈને તેનું હૈયું હર્ષિત બને છે અને તે આમ્રવૃક્ષ પર ચઢવાને પ્રયત્ન કરે છે. થોડી જ વારમાં તે ઉપર ચડી જાય છે... પરંતુ એ જ વખતે એક હેલો ઊડતો ઊડતે આવે છે અને તે આમ્રવૃક્ષની સહુથી ઊંચી ડાળી પર બેસે છે. દમયંતી તે હલા તરફ સ્થિર નજરે નિહાળી રહે છે.. પરંતુ વળતી જ પળે એક ચમત્કાર સર્જાય છે. હેલાના બેસવાથી સમગ્ર આમ્રવૃક્ષ તત્કાળ સુકાવા માંડે છે. લીલાં પાન ઢગલાબંધ ખરવા માંડે છે. જે રસભરી કેરીઓ ઉતારવાની આશાએ દમયંતી આંબા પર ચડી હતી તે કેરીઓ પણ સુકાઈને ટપટપ ખરવા માંડે છે. દમયંતીનું આશ્ચર્ય શમે તે પહેલાં જ આંબાની શાખાઓ સાવ સુકાઈ જાય છે. અને દમયંતી પણ જડ, અવશ અને શિથિલ અંગવાળી બની ગઈ હોય તેવું અનુભવે છે... તે નીચે ઊતરવાનો પ્રયત્ન કરવામાં જાણે સાવ કમજોર હોય તેવી બની જાય છે અને હેલે જાણે હર્ષોલ્ફલ બન્યો હોય તેવું દેખાય છે. આ જોઈને દમયંતીના મનમાં થાય છે... આ એવો કયો પાપી જીવ હશે કે જેના સ્પર્શમાત્રથી આ રસમધુર આંબે સાવ શુષ્ક બની ગયો ! પણ વધુ વિચાર કરે તે પહેલાં જ દમયંતી આમ્રવૃક્ષ પરથી નીચે ગબડી પડે છે. આવું વિચિત્ર પ્રકારનું દુષ્ટ અને કેઈ અશુભ ભાવિનું સૂચન કરતું સ્વપ્ન જોઈને દમયંતીની નિદ્રા અદ્રશ્ય થઈ ગઈ. સ્વપ્નનું અશુભ ભાવિ આકાર ધારણ ન કર એટલા ખાતર તેણે પિતાના, પ્રિયતમ નળનું વદન કમળ નિહાળવા ખાતર સ્વામી પ્રત્યે નજર વાળી. પણ આ શું ? સ્વામી તો આ તરફ સૂતા હતા..કેમ દેખાતા.