________________ રઅર નિષધપતિ આ સ્થંભને ઊખેડીને પુનઃ સ્થાપિત કરી શકશે.' દમયંતીએ કહ્યું : “સ્વામી .." “શું?” આપે આ વાંચ્યું ?' “ના, પ્રિયે...શું લખ્યું છે?” જરા અહીં આવો તે..” . નળ ઊઠીને સ્થંભ પાસે ગયો અને તેણે તે પંક્તિઓ વાંચી. ત્યાર પછી નળે દમયંતી સામે જોઈને કહ્યું: “પ્રિયે, જુગાર કેમ રમે એ મને હજી પણ સમજાતું નથી. મારા દુષ્ટ વર્તનથી તને ઘણું જ મનદુઃખ થયું હશે. પરંતુ હું ખરેખર કેઈ અજ્ઞાનરૂપી ચક્રમાં સપડાઈ ગયો હતો.' સ્વામી, સ્ત્રીઓનાં મન કોમળ હોય છે...મનદુઃખ થાય પણ વળતી જ પળે બધું સમજાઈ જાય, કમને કઈ ફળરૂપે આ બધું બની ગયું છે....એમાં આપનો દેશ નથી. આપે રાજ્ય ગુમાવ્યું છે. સંપત્તિ ગુમાવી છે. પરંતુ આપનું બાહુબળ તો અહીં ને અહીં જ છે. દમયંતીએ હર્ષભર્યા સ્વરે કહ્યું : ત્યાર પછી વૃક્ષની શીતળ છાયા તળે વિસામે લેવા બંને બેઠાં. નળે કહ્યુંઃ પ્રિયે, મારી એક વાત માનીશ ?" આપનાથી અલગ થઈ શકું નહિ એવી કોઈ પણ વાત હું માનીશ.” નળ આછું હસ્યો અને હસતાં હસતાં બેલ્યો : પ્રિયે, તું તે મારું મન વાંચી ગઈ... પરંતુ મને લાગે છે કે વનવગડાના રઝળપાટમાં તારી આ સુંદર કમળ કાયાને ભારે દુઃખ પડશે..જો તું પ્રસન્ન થઈને હા પાડે તે હું તને કુલિનપુરના પાદર સુધી પહોંચાડી દઉં.” આપ વનવગડામાં રઝળપાટ કરે ને હું મારા પિતાના રાજભવનમાં સુખ ભેગવું? ના..ના..ના..પ્રાણુ વગર કાયા એક