________________ રર૦ નિષધપતિ દેવીને પધારેલાં જોઈ બધા સેવક ઊભા થઈ ગયા. અમા પણ ઊભા થઈ ગયા. ભાભીને આવેલાં જોઈ કવર ક્ષોભ પામે એ જોઈને નળ કહ્યું: “કુવર, બંને હાથમાં પાસાઓ પકડીને કેમ શાંત થઈ ગયો છે? શા માટે સમય બરબાદ કરી રહ્યો છે? જલદી પાસા ફેં..મારા વિજયને વધાવવા તૈયાર થા.” દમયંતી હેતપૂર્વક પતિ સામે ન જોતાં કુવર સામે જોઈને બેલી, “દિયરજી, દ્યુતક્રીડાનો હવે ત્યાગ કરે અને પિતાના કુળધમને વિચાર કરો. તમે બંને એક જ પિતાના પુત્રો..છે તમારી હાર છતથી કોને સુખ થવાનું હતું ! સંભવ છે કે મહારાજા નળ મારી વાત ન સ્વીકારે. પરંતુ તમારો યે શું મતિભ્રંશ થયો છે? જે રીતે સ્થળ પર પાણી સ્થિર રહી શકતું નથી તે રીતે અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન જગતમાં કોઈ પાસે કદી ટકી શકતું નથી. તમારે વધારે રાજ્ય જોઈતું હોય અને એ માટે જુગાર ખેલતા હે તે મારા પિતાનું રાજ્ય તમે સ્વીકારો, વળી, મારી સંપત્તિ પણ તમારી બને.દિયરજી, તમે જે જુગારથી નિવૃત્ત થશે તે તમારા ભાઈ પણ આપોઆપ રમતા અટકી જશે.” શ્રતશીલે પણ દેવી દમયંતીની ભાવનાને સાથ આપે અને કુવરના ચિત્તમાં તો આ રમત હવે અટકવી જોઈએ એવી ભાવના જ્યારની જાગી હતી..એટલે તે બોલ્યો “તમે કહે છે તે બરાબર છે. હું પણ ગઈ રાતે જ મારા વડીલને જુગાર ન રમવા વિનવતે હતે.” કુવર વાકય પૂરું કરે તે પહેલાં જ નળે કહ્યું, “કુવર, લાગણીવેડા કરવાની જરૂર નથી...દમયંતીની સઘળી સંપત્તિ હું દાવ મૂકીને જ તને આપીશ અને મારી સંપત્તિ પાછી મેળવવા ખુદ દમયંતીને પણ -દાવમાં મૂકી છૂકીશ.' ત્યાર પછી ત્યાં ઊભેલા બધા મંત્રીઓ સામે