________________ નિષધપતિ, મહારાજા ભીમે મધુર હાસ્ય સહિત પ્રિયતમા સામે જોઈને કહ્યું: “પ્રિયે, તારી ચિંતા એ મારી પણ ચિંતા છે. તારું એક જ વાક્ય મારા ચિત્તને જાગૃત કરી શકયું છે...સંતાન વગર આવી સત્તા અને આવું રાજ ખરેખર નિષ્ફળ છે..તું સાવ નિશ્ચિંત રહે.. સ્નાનાદિથી નિવૃત્ત થઈ જા. મેં રાજપુરોહિતને બોલાવ્યા છે.” બંને પ્રાત:કાર્ય માટે શયનખંડની બહાર નીકળી ગયાં. સૂર્યોદય પછી ત્રણેક ઘટિક વતી હશે ત્યારે રાજપુરોહિત પધાર્યા. મહાપ્રતિહારે તેમનો બહુમાનપૂર્વક સત્કાર કર્યો અને બીજી ભૂમિના એક ભવ્ય ખંડમાં રત્નજડિત આસદા પર બેસાડ્યા. થોડી જ પળે પછી મહારાજા અને મહીંદવી બેઠકગૃહમાં આવ્યાં અને બંનેએ વિનયાવનત ભાવે રાજપુરોહિતને નમસ્કાર કર્યા. રાજપુરોહિતે મહારાજા અને મહાદેવને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી રાજપુરોહિત આસન પર બેઠા..એમની સામેનાં આસનો પર મહારાજા અને મહારાણું બેઠાં. રાજપુરોહિતે મહારાજા સામે પ્રસન્ન નજરે જોઈને કહ્યું, “રાજન, પ્રવાસમાં કોઈ પ્રકારનું વિન તે નહોતું આવ્યું ને.” “આપ સમા તપસ્વીના આશીર્વાદ હોય ત્યાં વિના તે આવે જ નહિ. મેં આપને એક મહત્વના કાર્ય નિમિતી તી આપી છે.” મહારાજા ભીમે કહ્યું. રાજપુરોહિતે એવા ને એવા પ્રસન્ન સ્વરે કહ્યું: “મહત્ત્વનું કાય કહો?” રાજાએ પિતાની પ્રિયતમા સામે એક નજર કરીને ગુરુદેવ સામે જોયું અને સહજ સ્વરે કહ્યું, 'મહાત્મન ! સત્તા, સંપત્તિ, રાજ્ય અને જીવન સંતાન વગર નિષ્ફળ છે એવું એક દશ્ય શિબિરના ઉપવનમાં મહાદેવીને દેખાયું હતું.” ઓહ, હું સમજી ગયે. નારી ગમે તેવી મહાન હોય, પરંતુ