________________ દેવદૂત ! [2] 17 ' આ રીતે દીન બની ગયેલી અને સખીઓની કરુણ દ્રષ્ટિએ જોવાઈ રહેલી દમયંતી પ્રિયના વિયેગને વિચાર કરવા માંડી...સાથેસાથ, તેનાં નયને દ્વારા અશ્રુઓ ઝરવા માંડયાં અને તે હીબકાં ભરીને, રડવા માંડી તે મનમાં બેલીઃ “હે પૂજ્ય પિતાજી, આપની લાડકી કન્યાના સ્વયંવરને ઈન્દ્ર નિષ્ફળ બનાવ્યો છે...! જેની પાસે પિતાનું સુખ રહ્યું નથી...તે તમારી પુત્રી આપને કેવી રીતે સુખ આપશે ? હે રાજા વીરસેનના પુત્ર નળ, તમે લોકપાલથી મારી રક્ષા કેમ કરતા નથી? શું આપની શરમ લેપાલને નહિ પહોંચે ? સ્વયંવર મંડપમાં આપને જોઈને લોકપાલે શું પિતાની દુષ્ટ વૃત્તિને કાયમ રાખી શકશે? મારે મન આપ જ મારા લેકપાલ છો.. આપને કદી જોયા ખાતર કદાચ નર્કમાં જશે તો પણ તેની અપકીતિ તો થવાની જ નથી. વળી, સ્વર્ગમાં સુખ છે ? ત્યાં જનારા જીવો કેવળ પિતાના પુણ્યને જ ભોગવે છે. ધર્મના નવીન અંશને પ્રાપ્ત કરી શકતા. નથી.. તેમ જ, ત્યાં ઉ ખલ સ્વામી અને કઠોર હૈયાવાળા સેવક હોય છે. આવા સ્વર્ગને તે હું દૂરથી નમસ્કાર કરું છું. હે માતાપિતા શરણ વિહેણું બનેલી હું અત્યારે કોનું રક્ષણ ધું ?" પિતાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી દમયંતીને જોઈને નળનું હૃદય કંપી ઊયું. તે પિતાના દૂતપણાને વીસરી ગયો અને પળનેયે વિલંબ કર્યા વગર બોલ્યો : “હે પ્રિયતમા, તું રડીશ નહિ... અશ્રુ વડે ઉજજવળ વદને મલિન ન થવા દઈશ. હું પોતે જ નળ છું અને તારી સામે જ ઊભો છું. તું શા માટે પીડા પામે છે ? હે. દેવી તું મારા સિંહાસનના અર્ધભાગની શોભા બની જા...હું ભૂલ્યો ! મારાથી શું બોલાઈ ગયું...? દેવી, મને ક્ષમા કરજે...” દમયંતીએ સિકત નજરે નળ સામે જોયું. નળને ખ્યાલ આવ્યો કે પિતે પોતાના મનને કાબૂમાં રાખી 12.