________________ નિષધપતિ રહ્યું હતું. નળના મનમાં થયું, દમયંતી શયનગૃહમાં જાય અને ત્યાં મારે પ્રગટ થવું તે બરાબર નથી. અહીં એની સખીઓ બેઠી છે. અને એ મારા માટે કવરૂપ છે. આમ વિચારી તેણે મનથી પ્રગટ થવાને સંક૯પ કર્યો અને તે તરત પ્રગટ થઈ ગયો. બે કદમ અગ્રસર થયો અને બધી સખીઓની નજર પડી. એ સખીઓમાં જેણે જેણે નળને જોયા હતા. તે બધી ભારે હર્ષમાં આવી ગઈ. એક સખીએ તો દમયંતીના ગાલ પર ટાપલી મારીને કહ્યું: રાજકુમારી, જે આ પિતે જ છે. નિષધપતિ!' દમયંતી નળને જોઈ ને અવાફ બની ગઈ. ખરેખર, કામદેવ કરતાં યે અતિ મનોહર પરુષને સ્વામી છે. આવી સશકત કાયા અને પ્રસન્ન જુવાની આ પૃથ્વી પર કયાંય નહિ હોય! દમયંતીની અન્ય સખીઓ પણ નળને એક જ ધ્યાને જોઈ રહી હતી. સહુને એમ થયું કે, ઈદ્રને તે કોઈએ જોયે નથી. પણ આ પુરુષ ઈન્દ્ર કરતાં યે સવાયો લાગે છે! શરમ, સંકોચ, લજજા, કુતુહલ, આશ્ચર્ય અને આનંદ જ્યારે એક સાથે ઉભરાય છે ત્યારે માનવી પોતે જ સ્તબ્ધ બની જ હોય છે. સખીઓના મનમાં થયું કે, ગભરાઈ ને જે બૂમ પાડીશું તે બહારથી રક્ષિકાઓ આવી પહોંચશે અને આ પ્રિયદર્શન નળને નિહાળવાને આનંદ લુંટાઈ જશે. આવા ભયના કારણે કોઈ સખીએ બૂમાબૂમ ન કરી. છતાં એક ચતુરાએ ઊભી થઈ ખંડનું મુખ્ય દ્વાર અટકાવી દીધું. દમયંતી પ્રસન મધુર નજરે નળને નીરખી રહી હતી. કેઈના મનમાં એ પ્રશ્ન પણ ન થયો કે આટઆટલા ચોકીપહેરા વચ્ચે નિષધપતિ અહીં સુધી આવ્યા હશે કેવી રીતે? | નળ અને દમયંતી પરસ્પર નાખી રહ્યાં હતાં.બંનેનાં