________________ દમયંતીના આવાસમાં 15 પ્રવાસ કુચની ભેરી ગાજી ઊઠી. એક જ પ્રહરમાં સહુ કુંઠિનપુરના પાદરમાં પહોંચી ગયા. એ વખતે કુંઠિનપુરના રાજા ભીમ, મંત્રીઓ, અન્ય રાજાઓ અને માનનીય નગરજને હર્ષવનિ કરતાં કરતાં સ્વાગત નિમિતે આવી પહોંચ્યાં. તેમની સાથે દમ, દમન અને દાન નામના ત્રણેય પુત્રો પણ હતા. મહારાજ ભીમને સ્વાગત નિમે આવતા જોઈ નળરાજા તેમની સામે ગયે...માર્ગમાં જ બને ભેટી પડયા. પરસ્પર કુશળવાર્તા પછી રાજા ભીમે કહ્યું: “આપને જોઈને મારાં નેત્રો સફળ થયાં.... આજનો દિવસ ધન્ય બન્ય... કારણ કે આપની કીતિ તો ચારે દિશાએ વ્યાપ્ત જ બનેલી છે... ઈવાકુ વંશના રત્નરૂપ એવા આપને હું ભાવભર્યા હૃદયે સત્કાર કરું છું.' " “આપ ગુરુજન છે...આપની કૃપાદ્રષ્ટિ જ મારા માટે આશીર્વાદરૂપ બની ગઈ...આપના મિલનથી હું પણ ધન્ય બની ગયો.” ત્યાં તે ત્રણેય રાજકુમાર, મંત્રીઓ, વગેરેએ નળને પ્રણામ કર્યા.અને ચારણ, ભાટ, કવિઓ, વગેરેએ બિરદાવલી ગાવી શરૂ કરી. રાજા ભીમ ઘણું જ આદર સાથે નળરાજ અને તેના રસાલાને એક વિશાળ મહેલમાં ઉતાર આપ્યો. ત્યાર પછી રાજા ભીમ વિદાય થયા. નળે અને તેના મંત્રીઓએ સ્નાનાદિથી નિવૃત્ત થઈ શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરી. ત્યાં તો રાજા ભીમની સેંકડે દાસીઓ ભેજનના થાળ લઈને આવી પહોંચી. આજની રસોઈમાં એક વાનગી દમયંતીએ પોતે બનાવી હતીએ વાતની એક દાસીએ નળના મહા પ્રતિહારને વાત કરી. નળરાજાએ ભજન કરતા પહેલાં રાજા ભીમની દાસીઓની