________________ નિષધપતિ મહાદેવી, " સહસ્ત્રપાક તેલ વડે આપને સઘળે શ્રમ દૂર થશે... ઉવર્તનથી દેહ પ્રસન્ન બનશે.” એક દાસીએ કહ્યું. સારું...પણ બહુ વાર ન લાગવી જોઈએ.” ‘મહાદેવી, આપ ચિંતા ન કરશે.” પ્રિયંગુમંજરીએ પિતાનું ઉત્તરીય એક દાસીના હાથમાં મૂકયું. બધા અલંકારો ઉતારીને એક થાળીમાં મૂકયા. બીજી દાસીએ કંચુકીબંધ છે. વજ રત્નોથી શોભતી કટિમેખલા કાઢતી વખતે પરિચારિકાએ કહ્યું: “મહાદેવી, માર્ગમાં રજ ખૂબ જ ઊડી લાગે છે...” હા માધવી...કેમ પૂછવું પડયું ?" “વસ્ત્રો ભેદીને આપના સુકોમળ અંગને સપર્શવાનું સાહસ રજા સિવાય કેણ કરી શકે ?”માધવીએ આછી હાસ્ય સહિત કહ્યું. “વ્યકિત તને વિનદાએ શીખવી લાગે છે, કેમ?' મહાદેવી, આપના રૂપે જ શીખવ્યું છે....” “આમ વાત કરીશ તે વિલંબ થશે...” વિદા સ્નાનરજ વડે જળને સુગંધી બનાવી રહી હતી. તે બેલી: “પધારી મહાદેવી, રજના સ્પર્શથી આપનું યૌવન અને રૂ૫ બંને ખીલી ઊઠયાં છે...” પ્રિયંગુમંજરીએ કશા ઉત્તર ન આપે. માધવીએ કમરપટક લઈને એક તરફ મૂકી દીધો હતો. મહાદેવીની નિરાભરણ કાયા...! આવું દેવદુર્લભ રૂપ ... આવી સપ્રમાણ દેહલતા અને આવું મદભર યૌવન...પરંતુ આવા વિચાર કરતી માધવીને એક ખોડ કહેવાનું મન થયું...પણ તે મનમાં આવેલા શબ્દોને તરત ગળી ગઈ. લગભગ બે ઘટિકા પર્યત સ્નાનાદિ કાયથી નિવૃત્ત થઈને પ્રિયંગુમંજરી દર્પણ પાસે ગઈ...માધવીએ તૈયાર કરેલાં વસ્ત્રો