________________ પ્રકરણ 15 મું : : સ્વયંવરનું નિમંત્રણ હ સદૂત ગગન માર્ગે જતો હતો. તે જ્યારે પિતાના સાથીઓ સાથે દેખાતે બંધ થશે ત્યારે દમયંતીનું હૃદય બોલી ઊઠયું, “શરદનાં વાદળ સમા વેત કાંતિવાળા હે વિચક્ષણ હંસ, ખરેખર દેવી સરસ્વતીએ વાહનની પસંદગી કરવામાં ખૂબ જ બુધ દર્શાવી છે. જેમ કે ઈ મુકતાત્મા ભવશ્રેણીને ત્યાગ કરે તેમ તે અત્યારે મારો ત્યાગ કર્યો છે...ફરીથી હું તારાં દર્શન કયારે કરી શકીશ ? તારા મુખેથી પુણ્યલોક રાજા નળના ગુણ ક્યારે સાંભળી શકીશ ?" મનથી આ રીતે બોલી રહેલી દમયંતી સ્થિર નજરે આકાશ સામે જોઈને ઊભી હતી. ત્યાં તેને શોધતી શોધતી સઘળી સખીઓ આવી પહોંચી અને વિચારમગ્ન બનેલી તથા વનના છેડે ગંભીર ભાવે ઊભી રહેલી દમયંતીને ઘેરી વળી. એક સખીએ કહ્યું: “રાજકુમારી આપની કાયા ધ્રુજે છે શા માટે ?" બીજીએ પ્રશ્ન કર્યો : “આપને કોઈ ભય લાગે એવું છે નહિ. છતાં આમ શા માટે ?" - ત્રીજી સખીએ કહ્યું, “આપ આ એકાંત સ્થળે કેવી રીતે આવી ચયાં? આપ આટલાં ગંભીર કેમ બની ગયાં છે ? આપનું મન અંદરથી રડતું હોય એમ કેમ લાગે છે ?" દમયંતીએ એક પણ પ્રશ્નને ઉત્તર ન વાળ્યો. સખીઓએ કહ્યું : “આજ ધાર્યા કરતાં મોડું થઈ ગયું છે...પધારે હવે રાજભવનમાં જઈએ.”