SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 118 નિષધપતિ વાને સુગ પ્રાપ્ત થશે.” બાલચંદ્ર કહ્યું. બીજે દિવસે બાલચંદ્ર અને સમકલા દેવી સરસ્વતીને નમસ્કાર કરીને વિદાયની તૈયારીમાં પડી ગયાં. બાલચંદ્ર પ્રત્યે પ્રેમ રાખનારા બીજા ઘણા હંસ પરિવારો પણ તેની સાથે પૃથ્વી પીઠ પર જવાની તૈયારી કરીને એકત્ર થઈ ગયા હતા. બાલચંદ્ર અને સોમકલાએ દેવી સરસ્વતીને જયનાદ ગજવીને હસેનાં વિરાટ જુથ સાથે પૃથ્વી પીઠ તરફ ઊઠવા માંડયું. શરદઋતુને પ્રારંભ થઈ ગયો હતો. પૃથ્વી પીઠ પર ચારે દિશાએ વને, ઉપવને, ખેતર, વગેરે વિવિધ વનશ્રી વડે, ધાન્ય વડે અને હરિયાળા ઘાસ વડે દર્શનીય બની ગયા હતા. નાનામોટા સરવરે હિલેળા લઈ રહ્યાં હતાં. સરિતાઓ પોતાના પ્રિયતમ સાગરને ભેટવા માટે લજજાની ઓઢણું અળગી કરીને મલપતાં નયને ગતિ કરી રહી હતી. શરદઋતુની સુમધુર છાયામાં સમગ્ર ધરતી જાણે કીલૅલિની બની ગઈ હતી. જેમ શરદઋતુનાં ચંદ્રકિરણોનું પાન કરીને સમગ્ર સૃષ્ટિમાં નૂતન તેજ, નૂતન પ્રેરણું અને નૂતન શક્તિનો સંચય થાય છે. તેમ નિષધનાથ નળ પણ નવા તેજ-રૂપને સ્વામી બની ગયો હતો. આમ છતાં તેના હૈયામાં વસેલી વિરહવ્યથા અગ્નિસમી બની ગઈ હતી. ચંદનનું વિલેપન તેના દેહને દાકારક જણાતું. ચાંદની પણ તેના પ્રમોદને પંપાળવા અસમર્થિની ગઈ હતી. અણદીકી દમયંતીના રૂપવૌવનની માધુરીની.. અનેક વાતે તેને જાણવા મળી હતી. પરંતુ એ સઘળી વાતે તેના હૈયામાં પ્રગટેલા વિરહાગ્નિ માટે ઈંધણરૂપ બની જતી. ચિત્તને કંઈક શાંતિ મળે, મનને કંઈક પ્રસન્નતા પ્રાપ્ત થાય અને અંતરદાહ કંઈક હળવો થાય એ આશાએ નળ પિતાના કુશળ અને મનહર મિત્રો સાથે નગરીની દક્ષિણે આવેલા એક શ્રેષ્ઠ ઉદાનમાં ગયો.
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy