________________ અણદીઠીનું આકર્ષણ! 109 નિશાન હતું. આ વાત કોઈને કહીએ તે પણ વિશ્વાસ ન કરે... પણ હું સત્ય કહું છું... આવું અરુણ જેવું તેજવી અને રૂપયૌવનની છડી પોકારતું તિલક મેં કોઈ સ્ત્રીના લલાટમાં કદી જોયું નથી.” આશ્ચર્ય કહેવાય.” રાજન ! ખરેખર, આ પૃથ્વી રત્નગર્ભા છે. તે પુરુષ મહા ભાગ્યવંત બનશે. જેને આ રાજકન્યા પનીરૂપે પ્રાપ્ત થશે. અપલક ને હું તેના તરફ જઈ રહ્યો હતો. એ વખતે એક તાપસ વટેમાર્ગુએ તે રાજકન્યા સામે આવી ભાવપૂર્વક નમન કરીને ઉત્તર દિશાના કેઈ રાજાની વાત કરી. તે બોલ્યો, “હે રાજકુમારી, આપ તે સોભાગ્યરૂપ અમૃતથી ભરેલા સાગર સમાન છે...અને એ નવજવાન રાજા પણ સૌંદર્યરૂપી અમૃતથી હિલેળા લેતા સાગર સમાન છે. તમારા બંનેને ગ્ય સમયે સમાગમ થાય એવી આપના પર ભાગ્યદેવીની કૃપા વરસો. આવા આશીર્વાદ આપીને તાપસ ચાલતો થયો... હે રાજેન્દ્ર, તે મનહર રૂપવાળી રાજકન્યા ચાલી ગઈ...છતાં હું અભિભૂત બની ત્યાં ને ત્યાં બેસી રહ્યો. આપ આ ઉપવનમાં ફરી રહ્યા હતા એ વખતે આપને જોઈને મને થયું, તાપસના કહેવા મુજબ આપ જ સૌંદર્યના અમૃતથી છલકતા સાગર સમાન છે. રસિક પુરુષોમાં શ્રેષ્ઠ જણાતા હે રાજન, મને જોતાં જે આશ્ચર્ય લાગેલું તે મેં આપને કહ્યું.” એ જ વખતે નગરીમાં ખાદ્યસામગ્રી લેવા ગયેલ સુભટ આવી પહોંચે. નળે આગ્રહપૂર્વક ભિક્ષુકને શિરામણ કરાવ્યું અને સુવર્ણની રત્નજડિત એક માળા આપી. ત્યાર પછી ભિક્ષુક આશીર્વાદ આપીને પ્રસન્ન હૃદયે વિદાય થયે. નળ રાજ પણ પિતાના સાથીઓ સાથે શિરામણ પતાવીને રાજધાની તરફ અગ્રસર થયો. તેના હૃદયમાં ભિક્ષાચરની વાત સત્ય લાગતી હતી. ઘણી વાર