________________ 'ક્રોચકને વધ 1 ચકિત બની ગયો...નળના અંગ પર એક પણ બાણ સ્પર્શ કરી શકયું નહોતું અને પોતે ઘણે સ્થળે વિંધાઈ ગયો હતો. આથી ભારે રેષમાં આવેલાં કૌંચકણે પ્રચંડ અને અગ્નિબાણ વેરતી એક શક્તિ જમણા હાથમાં ધારણ કરી . ત્યાર પછી સમય વનપ્રદેશને જાવી મૂકે એ સિંહનાદ કરીને કહ્યું, “અલ્યા છોકરા, મારી આ મંત્રસિધ્ધ શકિત તારો પ્રાણ લીધા વગર નહિ રહે. આ શકિત એવી છે કે કઈ પહાડને પણ ચૂરેચૂરા થઈ જાય. પૃથ્વી પર ફેક તે પૃથ્વી ફાડીને પાતાળમાં પહોંચી જાય.. મારી આ શકિત આગળ ઈંદ્રાદિ દેવો પણ લાચાર બની જતા હોય છે... સાવધાન ! " નળ સાવધાન જ હતો. તેણે એક બાણ અભિમંત્રિત કરીને ધનુષ પર ચડાવી દીધું હતું. કચકણે પ્રચંડ વેગથી શકિત ઉોલિત કરીને નળ પર ઝીકી. નળે પણ એક જ બાણ ફેંક્યું...અને અધવચ્ચે બંને શસ્ત્રો ટકરાયાં... રાક્ષસે કે કેલી શક્તિના ત્રણ ટુકડા થઈ ગયા. રાક્ષસ ધૂવાંપૂવ થઈ ગયો. તેણે ત્રાડ નાખી અને નળનું મસ્તક કાપી લેવાના સંકલ્પ સાથે કાતીલ, તેજદાર, વિચિત્ર અને હજાર કિરણે વરસાવતું એક બાણ કે કયું... નળે હસતાં હસતાં તે બાણને કાપી નાખ્યું. છ છેડાયેલા નાગ જેવા રાક્ષસે પિતાના મુખમાંથી પ્રચંડ અગ્નિશિખા પ્રમટ કરી... અને નળે મેઘાસ્ત્ર પ્રગટ કરીને રાક્ષસનું આવા બળ ખતમ કરી નાંખ્યું. વળતી જ પળે ક્રૌંચક માયા યુદ્ધને સંકલ્પ કર્યો અને નેત્રાવાળી, વિશાળ જઘન પ્રદેશવાળી, ઉન્નત ઉરોજવાળી, કૃષ્ણકાંતિવાળી માયાવી સ્ત્રીઓ પ્રગટાવી આ ત્રીઓ ભયંકર શસ્ત્ર જેવી હતી. મહારાજ નળ રાક્ષસની માયા સમજી ગયા અને તેણે સંમોહાસ્ત્રનો પ્રયોગ કરીને તે સઘળી સ્ત્રીઓને મૂર્ણિત બનાવી.