________________ સંગ્રહ ' પીસ્તાલીસમી [421 મોક્ષમાર્ગમાં આગળ વધવાની જે સ્થિતિ થાય તે આરાધનામાં ગણાય. દેવકને ઓળંગીને નવચેયક પામવા જેવી સ્થિતિ થાય તેટલા માત્રથી આરાધના આવી જતી નથી. વિચારે... નવમા ગ્રેવેયક, બારમા દેવલોક જેવી સ્થિતિ થાય તે પણ તારાધના ખેંચાઈ આવતી નથી, તે મનુષ્યમાં રાજામહારાજાપણામાં આરાધના કેમ ખેંચાઈ આવે? પૂણ્ય પ્રકૃતિ સાથે આરાધનાને નિયત સંબંધ નથી. આરાધના ઓપશમિક ગુણ નથી, ક્ષાપશમિક ગુણ છે. બાહ્ય સંગ કારણ બને, પણ તે આધીન નથી. આરાધના એટલે મોક્ષમાર્ગની પ્રાપ્તિ અગર તે માર્ગે વધવું. શ્રીમંતે ઘેર પિપટ પાળી તેને “રામ” બેલતાં શીખવ્યું. પણ તેથી શું વળે? એ તે “રામ-રામ” બેલતે જાય અને એમની મૂર્તિ ઉપર બેસી, તેની ઉપર જ ચરકે ! કારણ? મૂર્તિની ઓળખાણ–ખબર તેને નથી. તેમ અહીં આરાધના પિકારે, પણ સ્વરૂપ ન જાણે ત્યાં આરાધના કરતાં છતાં વિરાધનાને રસ્તે જાય છે, માટે આરાધનાની આવશ્યક્તા સમજવાની જરૂર છે. મરણની ભીંતમાં કાણું પાડયું નથી. દુનિયાદારીના વિચારમાં મગ્ન હોય તે ચાર વસ્તુમાં લીન રહેવાના. કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય પાંચમું તેને નથી. આ ચારે કે જેની ઉપર આ ભવને આધાર રાખું છું. મારા મનુષ્ય ભવને કુરબાન કરું છું. તે ચાર વસ્તુ કઈ સ્થિતિની છે? આ ચારે ભૂખ માટીના સ્તંભે છે. ભૂખરુ માટીને થાંભલા હેય તે શરદીમાં ખરી પડે. તેમ તમારે સંસારના–ભવના–મનુષ્ય જીવનના ચાર થાંભલાં છે, તે કેવળ ભૂખ માટીના છે. એકે પર સુખ દુઃખને આધાર