________________ - - આડત્રીસમી ભુવનમાં ઉપકાર કરે છે. દેવલોકમાં પાતાળમાં–તીર્થકર થયા નથી, છતાં ત્યાંના દેવે અને નારકીઓને સાચા દેવત્વનું ભાન મૂર્તિથી થાય છે. મનુષ્યલેકમાં સર્વ કાળ તીર્થકરે હોતા નથી, છતાં તેનું ભાન કરાવનાર મૂર્તિ છે. એ જ કારણથી સાધુઓ દર્શન-પૂજાના પચ્ચકખાણ આપીને કડવા ઘૂંટડા ઉતરાવે છે. પરમેશ્વરની શ્રદ્ધા રાખવા માટે તમારી પાસે સાધન હોય તે માત્ર મૂર્તિ જ. પ્રભુમૂર્તિ જ આદર્શ. તમારે આત્મા બનાવવા માંગે છે, તેવું રૂપ દેખી લે. મૂર્તિ ની જેમ ફેટામાં એક નિયમ નથી. માણસ, જે હોય તે જ ફેટે પડાવાય, એ નિયમ નથી. વિદૂષકે, અનેક પ્રકારના નવનવા વેષે પહેરીને અને વિવિધ આકૃતિઓ ધરાવીને છબીઓ પડાવે છે. પુરુષ, સ્ત્રીના આકારમાં છબી પડાવે છે. છબીથી નક્કી ન થઈ શકે કે–તે આ જ માણસ છે. દેવ, ધ વિગેરેવાળા ન હોય, તેટલાં માત્રથી દેવત્વને નિશ્ચય ન કરાય. તેટલા માટે તેમનાં વચને જેવાનાં કે-જે છાયા પાડનારી ચીજ છે. વચન બેલનારનું શરીર કીકીમાં આવે છે. તેમ નહીં–એલનારની છાયા પડે છે. તેમ નહીં પણ તેમના વચનથી તેમનું આખું જીવન આપણાં કાળજામાં આવે. “ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે, એમ નહીં. કયા વક્તાનું વચન શ્રોતાને અસર કરે ? સાંભળનારના કાને જેવા વક્તાના શબ્દો આવે, આંખમાં વક્તાની તસ્વીર આવે, તેવી જ રીતે સાંભળનારનાં હૃદયમાં વક્તાનું જીવન આવે. તે ત્રણે શ્રોતા ઉપર એકરૂપે આવે તે જ શ્રોતાને વક્તાનું વચન અસર કરે. જ્યાં સુધી આ ત્રણ એકરૂપ ન થાય ત્યાંસુધી વક્તાનાં વચનની અસર ન થાય.