________________ સંગ્રહ, આડત્રીસમી [૩પ૭ માન્યા પણ આત્મા પાપ-પૂણ્યનાં સ્વરૂપ સમજાવી ગ્ય માર્ગ બતાવ્યે તેને લીધે દેવ માનેલા છે. મૂર્તિ, ચરિત્ર અને વચનદ્વારા દેવની પરીક્ષા. વર્તમાન કાળમાં સહુના પરમેશ્વર સંતાયેલા છે. મુસ્લીમ, ક્રીશીયન, શિવ, વૈષ્ણવ કે જેને ગમે તે હે, સર્વેના પરમેશ્વર સંતાયેલા જ છે. પરમેશ્વર હાજર હતા ત્યારે પરમેશ્વરની પરીક્ષા કરી માનતા હતા, પરંતુ આ વર્તમાનકાળ તે બધાને પરમેશ્વરની ગેરહાજરીને કાળ છે. હવે પરમેશ્વરને પિછાનવા શાથી ? તે માટે જણાવ્યું કે-જેમ પક્ષ પદાર્થને ચિહ્ન દ્વારા જાણી શકીએ, સામા ઘરમાં ચૂલો સળગ્યે જોતા નથી, પણ ધૂમાડાથી ચૂલો સળગ્યે હેવાનું નક્કી કરી શકીએ. પક્ષ એ આંસ ધૂમાડા દ્વારા નિશ્ચિત કરી શક્યા. તેમ પક્ષ એવા પરમેશ્વરને પણ ચિહ્નદ્વાર નિશ્ચય કરી શકીએ. પરમેશ્વરને ઓળખવાના સાધને કયા? તેમની મૂર્તિ, ચરિત્ર અને વચને. આ ત્રણ પરમેશ્વરની પરીક્ષાનાં સાધનમાં ઊંડા ઉતરીએ તે પરમેશ્વરને નિશ્ચય કરી શકીએ. મૂર્તિ, વર્તાવ અને વચને કેવાં હતાં તે બતાવે કેણુ? શાસ્ત્રો મૂર્તિનાં સ્વરૂપને નિર્ણય, તેમના વર્તાવનાં શુભાશુભપણને નિર્ણય, શાસ્ત્રના આધારે; માટે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ, દેવતત્ત્વની પરીક્ષામાં એમનું રાગદ્વેષ અને અજ્ઞાન રહિતપણું-નિશ્ચિત મેક્ષે જવાપણું આ બધું જણાવીને એ અનુસારે મૂર્તિની સ્થિતિ જણાવીને દેવપણું દઢ કરે છે. તેવા વીતરાગદેવની મૂર્તિની સ્થિતિમાં અવતાર અને ઈશ્વર બને માનનારા છે. અન્ય મતવાળા પણ તેવા છે. તમે અવતારમાંથી ઈશ્વરપણું થયેલું માને છે, જ્યારે બીજાએ ઈશ્વરમાંથી ઊભે થયેલે અવતાર માને છે. હવે