________________ દેશના દેશનાજેટલા વરસને પટે જમીન લે તેની રકમ પહેલેથી દરબારમાં ભરવી. વરસે વરસે ભાડું માંગવા નહીં આવે. તેમાં મકાન ચણવામાં–વધારવામાં સક્ષણમાં ગફલત કરે તે દંડ કરી, તે દંડની રકમ તેમાંથી જમે કરાશે. તેમાં તમને ખબર નહીં આપવામાં આવે. તે રકમ પૂરી થાય પછી તેથી 10 ગુણી રકમ આપે તે પણ તે મકાન પાછું નહીં મળે. એટલું જ નહીં પણ તમારી રકમ પૂરી થયાની તમને નેટીશ પણ નહીં આપીએ. જે વખતે રકમ પૂરી થશે તે વખતે અમારે માણસ આવશે. તે ખાલી હાથે તમારે નીકળી જવાનું. બેતીયા પણ મેલીને નીકળી જવાનું.” તે શરતે પ્લેટ કેણ લે? મકાન તમારે ચણવું, વધારવું, રક્ષણ કરવું. પહેલેથી ભાડું જમીનના પટ્ટાનું ભરી દેવું. સિપાઈ આવે ત્યારે પહેરેલ ધોતીયું પણ આપીને નીકળી જવું, તે પહેટ લેવા કેઈ તૈયાર ન થાય. આ શરીરને પ્લેટ કે છે? માતાની કૂખમાં કમ રાજાએ મૂક્યા, શરીર બાંધવું, વધારવું તે આપણે માથે. આઉખું પહેલાં ભવથી સામટું બાંધી રાખવું. આઉખું તે બદલે દેવભવનું આપ તે પણ કામ ન લાગે. 100 ગુણું પાછું આપે તે પણ ત્યાં ન રહેવાય. હવે ડહાપણ હોય તે ભાડાની જમીન લઈ તેના ઉપર મકાન-ઘર કાંઈ જ બાંધે નહીં અને કમાય ! પતરાં ઊભા કરે તે ભલે પણ ચણતર નહીં. થાંભલા ઊભા કરે ને તેમાંથી આવક ખાઈ જાય. અક્કલવાળે ભાડાની જમીનમાં પિતાને માલ વાપરે તે કમાણી કરી લે. અસુચિકરણ યંત્ર શરીર, આપણે પણ આપણા શરીરને ઉપયોગ કરીએ તે લાભ ઉઠાવી શકીએ. આ શરીર બાબતમાં ઊંડા ન ઉતરશે. કેમ ?