________________ સ્થિરતાષ્ટક હે વત્સ! ચંચલ ચિત્તવાળે થઈ [ઠામે ઠામે ગામે ગામે] ભમી ભમીને કેમ ખેદ પામે છે? (જે તું નિધાનને અથી છે તો) સ્થિરતા તારી પાસે જ રહેલા નિધાનને દેખાડશે, - હવે મગ્નપણું સ્થિરતાથી થાય છે, માટે અહીં સ્થિરતાછક કહેવામાં આવે છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યમાં અક્રિયપણું હેવાથી સ્થિરતા છે, અને પુદ્ગલની સ્થિરતા સ્ક-ધાદિને આશ્રિત છે, પરંતુ તે આત્મસાધનને હેતુ નથી, માટે તેને વિચાર અહીં કરવામાં આવ્યું નથી, જે વાસ્તવિક રીતે સ્થિર છે, પણ પર વસ્તુની ઉપાધિથી ચંચલ થયેલ છે એવા આત્માની સમ્યગ્દર્શનાદિ ગુણની પ્રાપ્તિ થતાં પરભાવને વિશે નહિ પ્રવૃત્તિ કરવા રૂપ સ્થિરતા છે તેને વિચાર અહીં કરવામાં આવ્યો છે. તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્યથી સ્થિરતા મન, વચન અને કાયાગની ચેષ્ટાને રોકવારૂપ છે. દ્રવ્યને વિશે સ્થિરતા મમ્મણ શેઠની પેઠે જાણવી. દ્રવ્યવડે સ્થિરતા વાતરોગાદિ વડે શરીરાદિની જડતારૂપ છે. દ્રવ્યરૂપ સ્થિરતા તે આગમથી અને નેઆગમથી બે પ્રકારે છે. તેમાં આગમથો દ્રવ્યસ્થિરતા સ્થિરતાપદના અર્થને જાણનાર પણ તેના ઉપયોગ રહિતને હોય છે. સ્વરૂપના ઉપયોગશૂન્ય તથા સાધ્ય દષ્ટિ વિનાના આત્માની પ્રાણાયામાદિને વિશે સ્થિરતા અથવા કાર્યોત્સર્ગાદિરૂપ સ્થિરતા નોઆગમથી દ્રવ્યસ્થિરતા કહેવાય છે. ભાવથી સ્થિરતા બે પ્રકારે છે–અશુદ્ધ અને શુદ્ધ. તેમાં રાગ-દ્વેષ સહિત મનોજ્ઞ વિષયમાં તન્મયપણારૂપ એકતા તે અશુદ્ધ ભાવસ્થિરતા, અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ આત્મ