________________ 17] દેશના દેશના $ દેશના–૧૯ ] (2000 ફા. વ. 0)) નેમુભાઈની વાડી, સુરત) પ્રશંસા-અનિષેધ-સહવાસ એ અનમેદનના આ પ્રકાર છે. શાસ્ત્રકાર મહારાજા, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મો પદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે જગતના વ્યવહારમાં શ્રીમંતાઈને કે ઊંચા કૂળને શ્રીમંત કે ઊંચા મૂળ તરીકે જોવાય છે, તેઓ વડે પરનું હિત થવાની બુદ્ધિએ જોવાય છે. તેની તરફ જેવી લાગણી થાય તેવી અહિત જેવાવાળો, રિદ્ધિવાળા, કે કૂળવાળે હોય તે પણ તે તરફ આપણું તેવી મીઠી દષ્ટિ થતી નથી. મહારિદ્ધિવાળો હેય-ચાહે જે કાર્યકર હોય, પણ વફાદાર ન હોય તેને જાસુસ ગણાય છે. પ્રજાજન ગણાતે નથી. આત્માને આશ્રીને વિચારીએ તે વફાદાર કેણ? બીનવફાદાર કેણ? આત્માના હિતને જ તકાશે તે વફાદાર, અને પુગલના હિતને જ તકાશે તે બીનવફાદાર. પુગલના હિતને જ તકસે તે ચેતનમય આત્માની અપેક્ષાએ કમરાજાની પાંચમી ક્તાર. તે ક્તાર મારફત કર્મરાજા, આત્માની ઉપર પિતાના પગદંડો જમાવે છે. જગતમાં મનુષ્યના જેમ આર્ય અને અનાર્ય પ્રજા તરીકેના બે વર્ગો છે, તેમ જગતની અંદર–૧૪ રાજ લેકની અંદર પણ બે જ વર્ગ છે. જડ અને ચેતન. આ જગતના પદાર્થોને અંગે બે જ વર્ગો છે. જડ અને ચેતન. તેમાં કર્મરાજા જડ પુગલે દ્વારા જ બીજાઓને નિર્બળ કરે છે. બીજાઓમાં બળ જગાવે, બેવફા કરવા, તે બધું તેનું કામ.