________________ 8] દેશના દેશના 6 દેશના-૮ 6 2000 ફ. વ. 4 નેમુભાઈની વાડી-સુરત હું”ને વિચાર કરવાનું સ્થાન ?, “હું”ને ખુલાસે નથી મેળવ્યો. મનુષ્યપણામાં આવ્યા છતાં હું ને ખુલાસે અહીં ન મેળવીએ તે ખુલાસો કયાં મેળવીશું? જાનવર, પશુપંખીના ભાવમાં હુપદને ખુલાસે નહીં મેળવી શકીએ ‘હુને ખુલાસો ક્યાં મેળવશે ? આંખ રત્ન ગણાય, જીવન તરીકે, આધાર તરીકે ગણાય પણ તેની ટેવને તેની પાસે રાખે. આખા જગતને જુએ, પરંતુ પિતાને ન જુએ. આંખમાં કણીઓ પડે તે આંખ ન જુએ. હીરા, મેતી, પન્ના, જુએ પણ પિતાને ન જુએ! હું કેણ એ વિચારે નહિં ! આખા જગતની ચિંતા–વિચાર કરે પણ પિતાને વિચાર નહીં. મારી સ્થિતિ કઈ હતી? ને હવે કઈ થશે? તે વિચાર હું કરતું નથી. ઘરનું બારણું, બારી, છાપરાનું આમ કરવું છે, છોકરા છોકરી પરણાવવા છે, કમાણી કરવી છે, એ વિચાર કરું છું. નાતવાળાએ વિચાર કરે કે આમ રિવાજ કરે છે, આમ આવક જાવક થાય છે, તેમ ગામવાળાઓ ગામ સંબંધી વિચારવાનું કહે, પણ “હું વિચાર કરવાનું સ્થાન કયું? બીજા બધા પદાર્થોના વિચારેના સ્થાને છે. કંચન-ઘર-હાટ–સ્ત્રી–ચારી વિગેરેને વિચાર કરવાનાં સ્થાન રાખ્યા. કાયાને વિચાર કરવા દવાખાના રસોડા રાખ્યા, પણ “હું ને વિચાર કરવાનું સ્થાન કયું? કાજીના કુતરાનું મરણ થાય, તે ગામ આખું આભડવા આવે, પણ કાજીના મરણમાં કઈ ન આવે. ‘હું ના વિચારે કયાં કર્યા ? માતા