________________ જ્ઞાનસાર 23 પણ પરાશ્રિત ભાવને કર્તા નથી. જીવન વિશે અવગુણોનું જ કર્તાપણું ચેતનના વીર્યને ઉપકારક કારકસમુદાયની અપેક્ષાએ હોય છે. જેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને વિશે એક આશ્રયમાં કિયા નહિ હોવાથી કર્તાપણું નથી, જીવને વિશે પણ કર્તાપણું પિતાના કાર્યનું છે. કઈ પણ જીવ જગતને કર્તા નથી, પણ પિતાનાં કાર્યરૂપે પરિણામ પામતા ગુણપર્યાયને જ કર્તા છે, પર ભાવોને કર્તા નથી. જે પર ભાવને કર્તા હોય તે જેણે કાલેકનું સ્વરૂપ જાણ્યું છે એવા આત્માને મિથ્યા આરોપ અને સિદ્ધિને– મોક્ષને અભાવ વગેરે દોષ લાગે. એ હેતુથી જ જીવ પરભાવોને કર્તા નથી, પરંતુ સ્વભાવથી મૂઢ અને અશુદ્ધ પરિણતિથી પરિણત થએલો આત્મા અશુદ્ધ નિશ્ચય નવડે રાગાદિ વિભાવને કર્તા છે, અને અશુદ્ધ વ્યવહાર વડે જ્ઞાનાવરણાદિ કર્મનો કર્યા છે, તે પણ તે જ આત્મા સહજ સુખની રૂચિવાળે થતા અનન્ત અવિનાશી સ્વરૂપવાળા સુખરૂ૫ આત્માને જાણીને આત્માના પરમાનન્દને ભક્તા થાય છે ત્યારે પરભાને કર્તા નથી, પરંતુ જ્ઞાયક જ હોય છે. આ આત્મા પોતાના સ્વરૂપને સંગી હોવાથી પાતાના ગુણરૂપ કરણ વડે સપ્રવૃત્તિવાળા પોતાના વિશેષ સ્વભાવને કર્તા હોવા છતાં પણ ગુણરૂપ કરણના આવરણથી પર ભાવના અનુયાયી જ્ઞાનચેતના અને વીર્યાદિ 1 જે નિશ્ચય નયની દષ્ટિથી રાગાદિ પરભાવોને કર્તા હેય, તે તે જીવનું જ સ્વરૂપ હોવાથી તેથી નિવૃત્ત ન થઈ શકે અને તેથી મોક્ષને અભાવ થાય.