________________ માષ્ટક ઈન્દ્રિોના સમૂહને પ્રત્યાહારીને–પોતપોતાના વિષયરૂપ સંસારથી નિવૃત્ત કરીને અને પોતાના મનને વિષયાન્તર સંચારથી આત્મદ્રવ્યને વિશે એિકા] કરીને ચિત્માત્ર -જ્ઞાનમાત્રને વિષે વિશ્રાતિ-સ્થિરતા કરતો આત્મા મગ્ન કહેવાય છે. અર્થાત સર્વ ભાવના જ્ઞાનરૂપ ભાવને ધારણ કરનાર મગ્ન કહેવાય છે. હવે મન્નાષ્ટકની વ્યાખ્યા કરાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. “મગ્ન એવું નામ તે નામમગ્ન. મગ્ન એવા યોગીની પ્રતિકૃતિ તે સ્થાપનામગ્ન. દ્રવ્ય વડે-ધન અથવા મદિરાપાનાદિ વડે મગ્ન થયેલે દ્રવ્યમગ્ન દ્રવ્યથી -ધન અને સુવર્ણાદિ દ્રવ્યથી મગ્ન અથવા શરીરાદિ દ્રવ્યને વિશે મગ્ન થયેલ દ્રવ્યમગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યમગ્ન આગમથી અને તે આગમથી બે પ્રકારે છે. તેમાં મગ્નપદના અર્થને જાણનાર અને તેના ઉપયોગ રહિત આગમથી દ્રવ્યમગ્ન કહેવાય છે. આગમથી "જ્ઞશરીર અને ભવ્ય શરીર પૂર્વની પેઠે જાણવા. અને મૂઢ, શૂન્ય અથવા જડ વ્યતિરિક્ત દ્રવ્યમ... કહેવાય છે. ભાવમગ્ન બે પ્રકારના છે. અશુદ્ધ અને શુદ્ધ. તેમાં કોધાદિમાં મગ્ન, વિભાવ વડે ભાવિત છે આત્મા જેને એ અશુદ્ધ ભાવમાં કહેવાય છે. શુદ્ધમગ્ન બે પ્રકારે છે–સાધક અને સિદ્ધ. તેમાં વસ્તુસ્વરૂપને અભિમુખ, પ્રથમના ચાર નયને આશ્રયી નિરનુષ્ઠાન અને દગ્ધ વગેરે 1 મગ્નપદના અર્થને જાણનાર મુનિ વગેરેનું અચેતન શરીર તે તશરીર અને ભવિષ્યમાં મગ્નપદનો અર્થ જાણનાર તે ભવ્ય શરીર, 2-3 ઉપયોગના અભાવે સંછિમની પ્રવૃત્તિ તુલ્ય જે ક્રિયા તે નિરનુષ્ઠાન. આ લેકની ઈચ્છાથી જે ક્રિયા કરવામાં આવે તે