________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv સાનસાર 461 ચઢેલા, લક્ષ (વે) ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાગ્રહરહિત, પરમ આનન્દથી ભરપૂર સર્વ નયના આશ્રયરૂપ (જ્ઞાની) સત્કર્ષથી વર્તે છે. શુદ્ધ આત્મપરિણતિરૂપ નિશ્ચયનયમાં અને વીર્યના પ્રવર્તનરૂપ વ્યવહારનયમાં, તથા ઉપયોગસ્વરૂપ જ્ઞાનમાં અને ક્રિયા પક્ષમાં એકાન્ત આગ્રહરૂપ બ્રાન્તિના સ્થાનને છોડીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકાને પ્રાપ્ત થયેલા એટલે જ્ઞાનના અનુભવ સ્થાનમાં રહેલા, લક્ષ્ય-શુદ્ધ આત્મસ્વરૂપમાં મૂઢતા રહિત, સર્વ જીવ અછવાદિ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુમાં પક્ષપાત-એકાન્ત આગ્રહ રહિત, અમૂર્ત પરમ આનન્દ વડે પરિપૂર્ણ અને સર્વનના આધારરૂપ જ્ઞાની પુરૂષે જ્યવંતા વતે છે એટલે સમ્યગ્દર્શનાદિ ગુણોથી પરિ પૂર્ણ પણે વર્તે છે. તેથી પિતાના સત્તાગત ધર્મના સાધન માટે તૈયાર થયેલ, સાધનના વ્યાપારમાં પ્રવતેલ, પિતાના કાર્યરૂપ ચેતનાદિની પરિણતિરૂપ ચક્રને પ્રેરનારા, સર્વ પરભાવના પ્રસંગથી રહિત, સ્વાદુવાદ (પ્રમાણ) અને નયના માગથી જેણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે એવા આચાર્ય અને ઉપાધ્યાય જયવંતા વતે છે. જેઓએ સમગ્ર વિશ્વના વ્યામોહને નિવારણ કરવામાં સમર્થ વાક્યામૃતના ઉપદેશથી અનાદિ મોહરૂપ કાલકૂટ વિષને નાશ કર્યો છે એવા નિર્ચા છતાં પિતાની આત્મતત્વની સંપત્તિના વિલાસની લીલા સહિત ચક્રવતી છે, અસંગ હોવા છતાં અનન્તગુણોને ધારણ કરવામાં મશગુલ છે, પ્રવૃત્તિ રહિત છતાં સ્વતવના સાધનમાં વ્યાકુલ-ચિતાવાળા છે, વનવાસી છતાં પિતાના પર્યાયરૂપ મકરન્દનું પાન કરવામાં મગ્ન છે; શ્રીમાન