________________ અસંગાનુષ્ઠાનનું લક્ષણ “અત્યન્ત અભ્યાસથી ચન્દ્રનગન્ધના ન્યાયે સહજભાવે સત્યરુપાથી જે ક્રિયા કરાય તે અસંગઅનુષ્ઠાન, તે આગમના સંસ્કારથી થાય છે.” વચનાનુષ્ઠાન અને અસંગનુષ્ઠાનની વિશેષતા– દંડ વડે ચેક કરે છે, અને પછી દંડના પ્રયોગને અભાવે પણ ફરતું રહે છે, તે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને જણાવનાર ઉદાહરણ છે. જેમાં પ્રથમ દંડના યોગે ચક કરે છે અને પછી દંડના અભાવે સંસ્કારથી ફરે છે, તેમ વચનાનુષ્ઠાન આગમના સંબધથી પ્રવર્તે છે, અને પછી આગમના સંસ્કાર માત્રથી વચનની અપેક્ષા સિવાય સહજ ભાવે પ્રવૃત્તિ કરે છે તે અસંગાનુષ્ઠાન સમજવું.” એ ચારે અનુષ્ઠાનનું ફળ પ્રથમનાં બે અનુષ્ઠાન અત્યુદય-સ્વર્ગનાં કારણ છે. અને છેલ્લાં બે અનુષ્ઠાન મેક્ષનાં કારણ અને વિશ્વવિનાનાં છે.” એ સ્થાનાદિ વીશ યુગના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચાર ચાર ભેદ કરતા યોગના એંશી ભેદો થાય છે. તે ગથી સર્વ યોગેની ચપલતારહિત અનુક્રમે અગ નામે શેલેશીકરણ (અત્યન્ત સ્થિરતારૂપ) યોગને પ્રાપ્ત થાય છે. અને તેથી અનુકમે સર્વ કર્મના અભાવથી આત્માની સ્વરૂપમાં સ્થિતિરૂપ મેક્ષ નામે વેગ પ્રાપ્ત થાય છે. એમ ગના સંબન્ધથી અનુક્રમે મેક્ષ થાય છે. એ પ્રમાણે યોગસાધનામાં પ્રીતિવાળે સર્વ યોગને નિરોધ કરીને છેવટે અયોગી થાય છે.